વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો રસ્તા માટે માંગ
વાંકાનેર, તા. ૧૨ : ગઈ તારીખ ૨૪/૧૦/૨૪ ના મુખ્યમંત્રી ના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં જિલ્લાની વહીવટી ફરિયાદ નિવારણની મિટિંગમાં એવું નક્કી કરવામાં આવેલ કે, વાંકાનેર ખાતે અતિ ગંભીર વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ ચોક સુધીનો રસ્તો તાત્કાલિક ડામર રોડ બનાવીને આ રસ્તાનો પ્રશ્ન હલ કરવા આદેશ કરેલ, પરંતુ અઢી માસ પછી હજી પણ રસ્તાનું કોઈ કામ કે ખાડા બુરવાનું કે લેવલ
કરવાનું કામ ન થતાં આ આદેશને વાંકાનેર નગરપાલિકા ઘોળીને પી ગઈ છે, ત્યારે જો તારીખ ૧૫ સુધીમાં આ રસ્તાનું કામ શરૂ કરવામાં નહી આવે તો, અમો રોડ વચ્ચે મંડપ નાખીને ભૂખ હડતાલ ઉપર ઉતરીને રોડને ચક્કાજામ કરશું, જેની નોંધ લઈ આપ સાહેબ તાત્કાલિક મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણનો પ્રશ્ન હલ કરશો એવી અમારી આ છેલ્લી માંગણી છે. મહંમદભાઇ રાઠોડ (પત્રકાર અને પૂર્વ કાઉન્સિલર) મો. ૯૨૨૮૫૬૨૪૨૬ એ કલેકટરને લેખિત જણાવ્યું છે…