કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

હવે મા. યાર્ડની ચૂંટણી પણ ઈવીએમથી થશે

ગુજરાતમાં બદલાઈ ગયા ચૂંટણીના નિયમો!

ગાંધીનગરઃ ગુજરાતમાં એપીએમસીની ચૂંટણીને લઈને સરકારે મોટો ફેરફાર કર્યો છે. રાજ્યમાં હવે એપીએમસીની ચૂંટણી પણ ઈવીએમ મશીન દ્વારા કરાશે. રાજ્યમા એપીએમસી ની ચુંટણીઓ ઈવીએમથી કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC અનામત

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી ગુજરાતમાં એપીએમસીની ચૂંટણીઓ બેલેટ પેપરથી થતી હતી. જો કે, હવે આ પ્રથામાં માળખાગત મોટો ફેરફાર કરાયો છે. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમા 240 જેટલી એપીએમસી આવેલ છે. ત્યારે આ તમામે તમામ એપીએમસીમાં હવેથી બેલેટ પેપરને બદલે ઈવીએમ મશીનથી ચૂંટણી યોજવામાં આવશે.

છપાયેલા બલેટ પેપરમાં ગોપનીયતા ન રહેતા સરકાર દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે. જેને પગલે સહકાર વિભાગ દ્વારા પણ આ પરિવર્તન અંગે મંજૂરી મળી ગઈ છે. રૂપિયા ૧૨ લાખના ખર્ચે નવા ૪૦ EVMની ખરીદીને બહાલી આપી દેવામાં આવી છે. તેથી હવે ગુજરાતમાં તમામ ખેતીવાડી ઉપન્ન બજાર સમિતિ- AMPCની ચૂંટણી હવે છપાયેલા બેલેટ પેપરને બદલે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન-EVM મારફતે થશે. છપાયેલા પેપર મારફતે થતા વોટિંગમાં મતની ગોપનિયતા રહેતી નથી. આથી, ગુજરાત સરકારે બજાર સમિતિઓની ચૂંટણી EVM મારફતે જ કરવા નિર્ણય કર્યો છે. જેને રાજ્યના સહકાર વિભાગે વહીવટી મંજૂરી પણ આપી દીધી છે.

રાજ્યમાં ૨૪૦ જેટલી APMC કાર્યરત છે. જેના સંચાલન માટે ખેડૂત વિભાગમાંથી ૧૦ અને વેપારી વિભાગમાંથી ચાર અને સામાન્ય મતદાર મંડળમાંથી બે બેઠકો માટે ચૂંટણી થતી હોય છે. APMCએ ખેડૂતો અને બજારના આર્થિકહિત સાથે સંકળાયેલી સહકારી સંસ્થા હોવાથી આવી સંસ્થામાં ચૂંટણીનું રાજકારણ ભારે ચડસાચડસીનું બની રહે છે. ચૂંટણી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા યોજાતી હોવા છતાંયે ત્યાં મતદાર અને મતદાનની ગોપનીયતા રહેતી નથી. આથી રાજ્યની તમામ APMCમાં ચૂંટણી પ્રક્રિયા પારદર્શક બની રહે તે ઉદ્દેશ્યથી સહકાર વિભાગે ૪૦ બેલેટ યુનિટ અને ૪૦ કંટ્રોલ યુનિટ સાથે કુલ ૪૦ ઈવીએમ ખરીદવા રૂપિયા ૧૨ લાખના ખર્ચ સાથે વહીવટી મંજૂરી આપી છે. તેના માટે વિભાગના નાયબ સચિવ કે.વી.પટેલની સહીથી ગત સપ્તાહે ઠરાવ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યા છે.

સહકાર વિભાગના ઠરાવમાં જણાવ્યા મુજબ, EVધી ચૂંટણી સંચાલની યોજનાનું અમલીકરણ ખેત બજાર અને સુચના અપાશે. ગામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા કરાશે. જ્યારે EVMની ખરીદી માટે નોડલ એજન્સી તરીકે ગુજરાત એગ્રીકલ્ચરલ માર્કેટિંગ બોર્ડ, મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂંક કરવામાં આવી છે. આ EVM પણ ભારતના મુખ્ય ચૂંટણી પંચ અને રાજ્યના ચૂંટણી આયોગ જ્યાંથી ખરીદી કરે છે તેવા ભારત સરકારની કંપની ભારત ઈલેક્ટ્રોનિક્સ લીમિટેડ અથવા ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન ઓફ ઈન્ડીયા લિમિટેડ પાસેથી કરવામાં આવશે. કહેવાય છે કે, આગામી છ મહિનામાં EVM ખરીદીને ખેત બજાર અને ગામ્ય અર્થતંત્રના નિયામક દ્વારા સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવશે. જ્યાંથી જે AMCની ચૂંટણી યોજવાની હશે ત્યાં મતદાન માટે તેને ઉપયોગમાં લેવામાં આવશે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!