કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હવે રાજકોટ સંસદની ટિકિટ કડવા પાટીદારને?

રાજકોટથી કેન્દ્રીય મંત્રી રૂપાલાને લડાવાશે?

સતત બે ટર્મથી ચૂંટાઈ આવતા હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયાને રીપીટ કરવા સામે શંકાઓ પ્રવર્તી રહી છે
બહુમતિ મતદારો લેઉવા પાટીદારોને મેયર, જિલ્લા પંચાયતના પ્રમુખ અને કારોબારી સમિતિના વડાનું પદ આપી સાચવી લેવાયા

વાંકાનેર: જિલ્લા પંચાયતની સૌથી મહત્વની એવી કારોબારી સમિતિનું ચેરમેન પદ પણ લેઉવા પાટીદારને આપી દેવાયું છે. રાજકોટ શહેર-જિલ્લામાં બહુમતી મતદારો લેઉવા પટેલ હોવા છતા લોકસભાની બેઠક ઉપર કડવા પાટીદાર ઉમેદવારને ભાજપ દ્વારા ટિકિટ અપાતી હોય, જ્ઞાતિના સમીકરણોનું સંતુલન જાળવવા આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે રાજકોટનું મેયર પદ અને જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ લેઉવા પાટીદાર મહિલાઓને ફાળવી દેવામાં આવ્યું છે સાથે કારોબારીનું ચેરમેન પદ પણ લેઉવા પટેલને અપાયું છે.


જેનો સીધો મતલબ એ છે કે, આગામી લોકસભાની ચૂંટણીમાં પણ રાજકોટ બેઠકના ઉમેદવાર કડવા પાટીદાર સમાજમાંથી રિપીટ થશે. રાજકોટ લોકસભા બેઠક ઉપરથી હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયા સતત બે ટર્મથી ચૂંટાઈ આવે છે પરંતુ, ત્રીજી ટર્મમાં તેને રીપીટ કરવા સામે શંકાઓ પ્રવર્તી રહી છે. ત્યારે કુંડારીયાને ફરી ટીકીટ આપવામાં આવે નહીં તો પણ રાજકોટ લોકસભાની ટીકીટ કડવા પાટીદાર સમાજના કોઈ નવા ચહેરાને આપવામાં આવે તેવું નિશ્ચિત થઈ ગયું છે.

રાજકોટ લોકસભાની બેઠક ઉપર ટીકીટ માટે હાલના સાંસદ મોહનભાઈ કુંડારીયા દાવેદાર માનવામાં આવે છે. આ સિવાય કડવા કેન્દ્રીય મંત્રી અને રાજ્યસભાના સભ્ય પુરુષોત્તમભાઈ રૂપાલાને પણ રાજકોટની સિક્યોર બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડાવવાનો વિકલ્પ છે. આ ઉપરાંત કડવા પાટીદાર સમાજમાંથી બ્રિજેશ મેરજા તેમજ ઉદ્યોગપતિ જગદીશભાઈ કોટડીયાને પણ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

જો રાજકોટ લોકસભાની બેઠક ઉપર લેઉવા પટેલ ઉમેદવાર પસંદ કરવાના થાય તો ડો.ભરત બોઘરા ઉપરાંત ડો.વલ્લભભાઈ કથીરિયા સહિતના દાવેદારો છે, પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના મેયર પદ ઉપરાંત જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અને કારોબારી સમિતિનું ચેરમેન પદ પણ લેઉવા પટેલ સમાજના ઉમેદવારોને આપી દેવાતા લોકસભાની બેઠક કડવા પાટીદાર ઉમેદવારને ફાવવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. લોકસભાની ચૂંટણીને હવે એકવર્ષ પણ બાકી રહ્યું નથી, ત્યારે ભાજપે જ્ઞાતિવાઈઝ સમીકરણો અત્યારથી જ ગોઠવવાનું શરૂ કરી દીધું છે.


એક એવી પણ ચર્ચા છે કે, રાજ્યસભાના સાંસદ તરીકે પુરુષોત્તમભાઈ રૂપાલાની મુદત આગામી એપ્રિલ-2024માં પૂરી થઈ રહી છે, ત્યારે રાજકોટની બેઠક ઉપરથી લોકસભાની ચૂંટણી લડાવવાની ભાજપ હાઈકમાન્ડે તૈયારીઓ કરી લીધી છે અને તેના ભાગરૂપે અત્યારથી જ રાજકીય સોગઠા ગોઠવવામાં આવી રહ્યા છે.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!