ખાતરની એક ગુણી હવે 1850 રૂપિયામાં મળશે
ઇફકો દ્વારા NPK ખાતરના ભાવમાં વધારો ઝિંકવામાં આવ્યો છે. NPK ખાતરની 50 કિલોની ગુણી પર 380 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો થયા બાદ ખેડૂતોને ખાતરની એક ગુણી 1470ના બદલે 1850માં મળશે. 2025ના વર્ષથી જ ખાતરના ભાવ વધી રહ્યાં છે. ગત જાન્યુઆરીમાં પણ ઈફકો દ્વારા ખાતરના ભાવમાં વધારો કરાયો હતો. ખાતરના ભાવ વધતાં ખેડૂતોને સીધી અસર થશે.


ખાતરની તાતી જરૂર છે ત્યારે જ મોંઘવારીનો ડામ
ઈફકોએ ભાવ વધારો કર્યા બાદ કેટલાક ખેડૂતો એ યુરિયા ખાતરની જેમ સબસીડી આપવામાં આવે તેવી માગ કરી છે. આ ઉપરાંત ભાવ વધારો ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન નિવડશે. હાલમાં ખેડૂતોને ખાતરની જરૂર છે તેવામાં આ ભાવ વધારો ખેડૂતોની રોજગારી પર અસર કરશે. એક જુલાઈથી આ ભાવ વધારો અમલમાં રહેશે…