ગાંજાનો ૧૦ કીલો ગ્રામ જથ્થાનો આરોપી
વાંકાનેર: સીટી પો. સ્ટે. બી પાર્ટ ગુ. ૨જી. નં. ૦૭૪૪/૨૨ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ જેના એન. ડી. પી. એસ. કેશ નં. ૮/૨૨ ના કામે માદક પદાર્થ વનસ્પિત જન્ય ગાંજાનો જથ્થો ૧૦ કીલો ગ્રામ (કોમર્શીયલ કોન્ટેટી) કેસમાં આરોપી મનોજ ડાકટરભાઈ આનંદભાઈ જૈના ને જામીન પર છુટકારો થયો છે…

જાણવા મળ્યા મુજબ વાંકાનેર સીટી પોલીસે ૧૦ કીલો ગ્રામ એમ. ડી. પાવડર વેપારી જથ્થાના (કોમર્શીયલ કોન્ટેટી) ના આરોપી મનોજ ડાકટરભાઈ આનંદભાઈ જૈના રહે. હાલે સુરત કતારગામ, ઉતકલ નગર, અંબાજી મહોલ્લા, અંબાજી મંદિર સામે, સાઈરામ મોબાઈલની દુકાનની સામેની ગલીમાં રૂમ નં. ૩, નરીત્રીનાથ પરીડાની રૂમમાં, જુની જી. આઈ. ડી. સી. કતાર ગામ સુરત મુળ રહે. સચીના તા. કોદલા જી. ગંજામ (રાજય ઓરીસા) વાળા નેવાંકાનેર સીટી પો. સ્ટે. બી પાર્ટ ગુ. રજી. નં. ૦૭૪૪/૨૨ જેના એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ મુજબ ના ગુન્હાના કામે અટક કરી અને નામ. સેશન્સ કોર્ટમાં રજુ કરી ત્યારથી 

જયુડી. કસ્ટડીમાં જેલ હવાલે હોય ત્યારબાદ આરોપી મનોજ ડાકટરભાઈ આનંદભાઈ જૈના જેના એન. ડી. પી. એસ. કેશ નં. ૮/૨૨ થી ચાર્જશીટ દાખલ થયેલ. ત્યારબાદ નામ. ગુજ. હાઈકોર્ટમાં ફો. ૫. અ .નં. ૧૧૩૫૧/૨૫ થી જામીન અરજી દાખલ કરેલ જે જામીન અરજી નામ. ગુજ. હાઈકોર્ટે તા. ૨૦/૯/૨૫ ના રોજ શરતોને આધીન રકમ રૂા. ૧૦૦૦૦/- ના જામીન પર મુક્ત કરેલ છે. આ કેશમાં આરોપીના વકીલ શ્રી એસ. ડી. મોધરીયા તથા વકીલ શ્રી મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ) તથા વકીલ શ્રી કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા…
