નર્સરી સ્થાપવા ખેડુતને ખર્ચના 65% સુધી મળશે
નર્સરી ઓછામાં ઓછા 200 ચો.મી તથા વધુમાં વધુ 500 ચો.મી.વિસ્તારમાં બનાવવી પડશે
અમદાવાદ: ચાલુ વર્ષે બાગાયત વિભાગ દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડુતો માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ નવી યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેના માટે ખેડુતોએ આઇ-ખેડુત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી કરવા માટેhttps:khedut.gujarat.gov.in વેબ સાઇટનો ઉપયોગ કરવો.
રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા બાગાયતી પાકો મારફતે સ્વરોજગારીની તકો પુરી પાડવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદન વધારી મુલ્યવર્ધનથી વધુ આવક મેળવવા અને ખેડુતોને મદદરૂપ થવા માટે સરકાર દ્વારા વિવિધ સહાય ચુકવવામાં આવે છે.
બાગાયતી પાકોને રોગ-જીવાતમુક્ત પ્લાન્ટિંગ મટિરિયલ્સ જેવું કે ધરુ, કલમ, રોપા તૈયાર કરવા તથા ખેડૂતોને રોજગારી મળે તે માટે સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અમલી કરાયો છે.
સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ અન્વયે ખેડુતોને રૂ. 1.20 લાખથી રૂ. ત્રણ લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. જેમાં નર્સરી સ્થાપવા ખેડુતને ખર્ચના 65% અથવા, મહત્તમ રૂપિયાની બે માંથી જે ઓછું હોય તે સહાય આજીવન એક જ વાર આપવામા આવે છે. નર્સરી ઓછામાં ઓછા 200 ચો.મી તથા વધુમાં વધુ 500 ચો.મી.વિસ્તારમાં બનાવી શકાય છે.
વધુ માહિતી માટે સંબંધિત જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીનો સંપર્ક કરવો.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ