ભાજપ દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ કરાયું
વાંકાનેર: આજરોજ વાંકાનેર ઘટક આઇસીડીએસ શાખા દ્વારા પોષણ ઉત્સવ 2025 અને આઠમો રાષ્ટ્રીય પોષણ માહ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કુપોષિત બાળકોને પોષણ કીટ વિતરણ ત્રિવેણી કાર્યક્રમ માન.સાંસદશ્રી (રાજ્યસભા) કેસરીદેવસિંહના અધ્યક્ષ સ્થાને યોજાયો.
ઉપરોક્ત કાર્યક્રમમાં માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા વાલીઓને બાળકોને જંકફુડ અને મોબાઈલ દૂર રાખવા આહવાન કરેલ તેમજ માન. સાંસદશ્રી કેસરીદેવસિંહજી દ્વારા વાલીને મિલેટ્સ અને સ્વદેશી વસ્તુના ઉપયોગ કરવા જણાવેલ.
પોષણ ઉત્સવ -૨૦૨૫ કાર્યક્રમમાં મીલેટ્સ સ્પર્ધા યોજાઈ, કિશોરીઓ દ્વારા સ્વાગત ગીત અને THR ની સક્સેસ સ્ટોરી અને ભૂલકાઓ દ્વારા દેશ ભક્તિ ગીત રજૂ કરેલ તમામ કિશોરી, બાળકો અને મિલેટસ્ વાનગી સ્પર્ધા ૧, ૨, ૩-THR વાનગી સ્પર્ધા ૧, ૨, ૩ નંબર મેળવેલ વર્કરને પ્રોત્સાહિત ભેટ સ્વરૂપે પોષણ કપ અને પ્રમાણપત્ર આપેલ
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી, કારોબારી ચેરમેનશ્રી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી, માન.પ્રાંત અધિકારીશ્રી વાંકાનેર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી, મેડિકલ ઓફિસર (આયુર્વેદ), સીડીપીઓશ્રી, આંગણવાડી કાર્યકર, વાલીઓ હાજર રહેલ ICDS ટીમએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવેલ હતી…




