દત્તક લેવાયેલ દર્દીઓને છ માસ સુધી કિટનું વિતરણ કરવામાં આવશે: રાજેન્દ્રસિંહ જાડેજા (ઓમ લેબોરેટરી) વાંકાનેર
વાંકાનેર: તાજેતરમાં મોરબી ખાતે મેડીકલ લેબોરેટરી તથા ટેકનોલોજીસ્ટ એસો ગુજરાતના સયુકત ઉપક્રમે ટી.બી.ના જરૂરતમંદ દર્દીઓને બ્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું. એસોશીયેશન સભ્યો દ્વારા બેઝિક, કમ્પાંઝીટ લેબોરેટરી ચલાવવામાં આવે છે. અને રાજયના છેવાડાના લોકો સુધી પેરા મેડીકલ સુવિધા પુરી પાડી રહ્યા છે. સામાજીક જવાબદારીના ભાગરૂપે જરૂરીયાત મંદોને મદદરૂપ થઈ શકે તે માટે રાજયના એકવીસ સ્થળ સહીત મોરબી ખાતે ટીબીના જરૂરીયાતમંદ દર્દીઓને ન્યુટ્રીએશન કીટ વિતરણ કરવામાં આવેલ હતું.
જેમાં કુલ 700 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેની સાથે સાથે 100થી વધુ દર્દીઓને વિવિધ જગ્યા પર સંસ્થા દ્વારા દત્તક લેવામાં આવેલ છે. આ દત્તક લેવાયેલ દર્દીઓને આગામી છ માસ સુધી કિટનું વિતરણ કરવામાં આવશે; તેમ મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીસ્ટ એશોશીએશન ઓફ ગુજરાતના ટ્રષ્ટી રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા (ઓમ લેબોરેટરી) વાંકાનેર દ્વારા જણાવ્યું હતું.
કાર્યક્રમમાં ટી.બી.ઓફીસર ડો.ધનસુખ, પીયુષભાઈ તથા સ્ટાફના કર્મચારીઓ તથા લેબોરેટરી એશોસીએશન ગુજરાતના ટ્રસ્ટી રાજેન્દ્રસિંહ પી.જાડેજા વેસ્ટઝોનના પ્રમુખ સહદેવસિંહ ઝાલા, સહમંત્રી હર્ષદભાઈ કાવડીયા તા.પ્રમુખ હિતેષભાઈ નકુમ તથા અન્ય એશો.ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતાં.