વાંકાનેર ધટક-૧ નો ઘટક કક્ષાના આ કાર્યક્રમમાં ૪૯ સ્પર્ધકોએ ભાગ લીધો
વાંકાનેર: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ દ્વારા ચાલતા પોષણ અભિયાન અંતર્ગત દર વર્ષ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે પોષણ માસ સપ્ટેમ્બર ૨૦૨૪ અંતર્ગત વાંકાનેર ઘટક -૧ ના વાંકાનેર સીટી સેજામાં આવેલ ૩૦ આંગણવાડીમાંથી સંયુક્ત રીતે વાનગી સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં કુલ ૪૯ સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો…
આ કાર્યક્રમ સ્પર્ધામાં જિલ્લા મહિલા મોરચા પ્રમુખ, સીડીપીઓ વાંકાનેર-૧, મુખ્ય સેવિકા, જિલ્લા પી.એસ.ઇ એન.એન.એમ.કોર્ડીનેટર, તાલુકા પી.એસ.ઇ એ હાજર રહેલ અને સ્પર્ધકોમાં ભાગ લીધેલ. સ્પર્ધકોને પૈકી પ્રથમ ,બીજા,ત્રીજા નંબર આવેલ સ્પર્ધાકોને સર્ટીફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ…
તમામ ઉપસ્થિત સ્પર્ધકોને, લાભાર્થી વાલીઓ અનેક ગ્રામજનોને સગર્ભા , ઘાત્રી , કિશોરીઓ અને બાળકોના પોષણ પરિણામોને સુધારવાના પ્રયાસો વિશે માર્ગદર્શન આપેલ અને પોષણ માસ સમાપન કરવામા આવેલ તેમજ પોષણ માસ ની ૧ માસ સુધી થીમ મુજબ ઉજવણી કરી તે બદલ વર્કર બહેનોને આભાર વ્યક્ત કરેલ. આ ઉપરાંત સ્પર્ધકોમાં વધુ ઉત્સાહ ઉદભવે અને ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા સીડીપીઓ વાંકાનેર-૧, મુખ્ય સેવિકા, એન.એન.એમ.કોર્ડીનેટર, સેજાના આંગણવાડી વર્કરો બહેનો દ્વારા જહેમત ઉઠાવેલ હતી…