ચીત્રાખડાના રેવાભાઇ ધરમશીભાઇ જખાણીયા જાતે દેવીપુજક (ઉ.વ.૨૮) મુળ ગામ-વીનયગઢ તા.વાંકાનેર વાળાના હાથમાં ત્રણ કાતરીવાળો આશરે સાડા ત્રણ ફુટની લંબાઇનો લાકડાનો ધોકો ઢુવા ચોકડી પાસેથી મળી આવતા કાયદેસરની કાર્યવાહી પોલીસ ખાતાના વીજયભાઇ નાથાભાઇ ડાંગર, સંજયસિંહ જાડેજા તથા લોકરક્ષક અજયસિંહ ઝાલાએ કરી છે.
જેતપરડાના ઝાંપા પાસેથી વિનુભાઈ ચતુરભાઈ મદ્રેસાણીયા 200 કોથળી દેશી દારૂ, ઢુવા – માટેલ રોડ ભવાની કાંટા પાસેથી બાજાભાઇ સવસીભાઇ વાઘેલા દેવીપૂજક રહે. હાલ પલાસ વાળા પાસેથી 68 કોથળી, પંચાસીયા અદેપરના રોડ પર રજવાડી હોટલ પાસે ભરત પોપટભાઈ દલવાણીયા રહે. પંચાસીયા વાળા પાસેથી 15 લીટર અને
માટેલ રોડ પર રિચ સીરામીક પાસેથી વસંતબેન દિનેશભાઇ જખાણીયા દેવીપૂજક પાસેથી 15 કોથળીઓ સાથે તથા મિલ પ્લોટના પ્રેમજી ભીખાભાઇ બોરીચા દારૂ પી તોફાન કરતા હોઈ પોલીસ ખાતાએ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો
આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો
અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો