દારૂ અને ટ્રાફિક અંગેના ગુન્હા
મોરબી : મોરબી જિલ્લાના નિવૃત્ત પોલીસ અધિકારી/કર્મચારીઓની આજરોજ મીટીંગ મળી હતી. જેમાં નિવૃત પોલીસ/કર્મચારીઓના સંગઠનની રચના કરવામાં આવી હતી. આ મિટિંગમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે એ.જે.દલસાણીયા – નિવૃત્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટર, ઉપપ્રમુખ તરીકે ચંદ્રકાંત જે.રામાનુજ – નિવૃત એ.એસ.આઇ, મંત્રી તરીકે ચંદુભાઈ બાબરીયા, ખજાનચી તરીકે જે.પી.જાડેજા અને શશીકાંતભાઈ આચાર્ય તથા સભ્યોની વરણી કરવામાં આવી હતી. આ ઉપરાંત મિટિંગમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી.



પોલીસ સ્ટેશનેથી
પી ને વાહન ચલાવતા:
પાડધરા પેટ્રોલ પંપ પાસે રહેતા ચંદુ કરમશી ડૈણીયા પોતાનું મોટર સાયકલ કેફી પ્રવાહી પી ને સર્પ આકારે ચલાવતા કાર્યવાહી- મોટર સાયકલ કબ્જે.
દારૂ સાથે:
રાતીદેવરી રોડ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલની સામે રહેતા ભાવનાબેન વિનોદભાઈ જખાણીયા પાસેથી 16 કોથળી દેશી દારૂની કોથળી મળી આવી.
પીધેલ:
કુંભારપરા શેરી નં 5 માં રહેતા આરીફશા હુસેનશા મોગલ કુંભારપરા ઝાલા હોસ્પિટલ પાસેથી પીધેલ પકડાયા
ટ્રાફિક નિયમના ભંગ:
(1) વાંકાનેર માર્કેટ ચોકમાં રહેતા પાર્થ મહેશ બોરિયા અને (2) રાતડીયાના અશ્વિન મનજીભાઇ મેર સામે ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો
