વાંકાનેરમાં પ્રાંત અધિકારી શિરેસીયાનો નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો
મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘ 305 મંડળીઓનું સંગઠન
મોરબી : મોરબી જિલ્લા મહિલા ઉત્પાદન સંઘની ચૂંટણી સમરસ થયા બાદ આજે યોજાયેલ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીમાં બન્ને પદ મહિલાઓના ફાળે ગયા હતા અને સંગીતાબેન કગથરા પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા હતા.
મોરબી જિલ્લામાં સફેદ ક્રાંતિના સર્જક એવા મહિલા ઉત્પાદક સંઘમાં વર્ષોથી મહિલાઓનો દબદબો છે ત્યારે તાજેતરમાં યોજાયેલ ચૂંટણી સમરસ થયા બાદ આજે પ્રમુખ અને ઉપ પ્રમુખ પદની ચૂંટણીમાં સંગીતાબેન કગથરા પ્રમુખ તરીકે અને અલ્કાબા દેવેન્દ્રસિંહ રાણા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.
વાંકાનેર: વાંકાનેર ખાતે શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરની ભુમી પર વય મર્યાદાને કારણે નિવૃત થતા પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયાનો નિવૃતિ વિદાય સમારંભનું આયોજન માર્કેટ ચોક તથા જડેશ્વર રોડના લોહાણા યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારંભમાં વાંકાનેરના વિવિધ એસોસીએશનના હોદેદારો ઉપરાંત કાપડ એસો. સિરામીક એસો. બાર એસો. તેમજ વ્યાપારી અગ્રણીઓ, રાજકીય અગ્રણી આગેવાનો, પાલીકા તથા મામલતદાર કર્મચારીઓ તેમજ પાલીકા પુર્વ પ્રમુખો, પૂર્વ કાઉન્સીલરો સહીત બહોળી સંખ્યામાં આમંત્રીતો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રઘુવંશી યુવાનો અમીતભાઈ સેજપાલ, જીજ્ઞેશભાઈ કાનાબાર, જીતેશભાઈ રાજવીર (જેકભાઈ), વિપુલભાઈ કોટક સહીત મિત્ર મંડળે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિરાજભાઈ મહેતાએ કર્યું હતું.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો