કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

અધિકારીઓની આકસ્મિક મુલાકાત: ૧૧ કર્મચારી ગેરહાજર

વાંકાનેર/ ટંકારા તાલુકામાં ૧ તલાટી અને ૧૦ આરોગ્ય વિભાગના

વાંકાનેર: મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેકટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીશ્રીઓના આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ અનુસંધાનેટંકારા તાલુકાના ૫ અને વાંકાનેર તાલુકાના ૭ ગામ મળી જિલ્લાના કુલ ૩૨ ગામોની મુલાકાત દરમિયાન કુલ ૮૭ પ્રશ્નો મળ્યા હતા, જે અન્વયે સંબંધિત ખાતાને કલેક્ટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી છે. આ સાથે તમામ અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને પ્રજાના કામ નિયત

સમયે પુર્ણ કરવા સમયસર હાજર રહી પ્રજાલક્ષી કામગીરી કરવા પણ સુચના આપવામાં આવી છે. આકસ્મિક તપાસણી સમયે ગામે આંગણવાડી, પ્રાથમિક/માધ્યમિક શાળા, ગ્રામ પંચાયત કચેરી, પશુ દવાખાના, પી.એચ.સી/સી.એચ.સી./સબ સેન્ટરની, મધ્યાહન ભોજન

કેન્દ્ર વ્યાજબી ભાવની દુકાન, બેન્કની મુલાકાત કરતા કુલ ૧૦ (દસ)–કર્મચારી ગેરહાજર સમય કરતા મોડા આવ્યા હોય તેવું માલુમ પડ્યું હતું.જેમાં વાંકાનેર તાલુકામાં ૧(એક)- તલાટી કમ મંત્રી ગેરહાજર માલુમ પડ્યા હતા. ટંકારા, વાંકાનેર તાલુકાના ૪-ગામોમાં ૪-PHC સબ સેન્ટરના ૧૦-સભ્યો સમયસર ફરજ પર આવ્યા નહોતા. મોરબી જિલ્લા કલેકટરશ્રી દ્વારા સંબંધીત ખાતાના વડાઓ પાસે તેઓની તાબાની

કચેરીના અધિકારી/કર્મચારી તા.૨૨-૨૫/૧૧/૨૦૨૪ ના રોજની અનઅધિકૃત ગેરહાજરી (નિયત સમય કરતા મોડા આવેલ) તે સ્ટાફ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલા ભરવા સુચના આપી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!