વાંકાનેર : વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં રહેતા એક શખ્સે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે.
જાણવા મળ્યા મુજબ આંબેડકર નગરના મોહનભાઇ જગાભાઇ પરમાર ઉ.65 નામના વૃધ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરુ કરી છે.