વાંકાનેર : મૂળ વાંકાનેર તાલુકાના ચંદ્રપૂરના વતની અને હાલમાં રાજકોટ જગલેશ્વરમાં રહેતા કુલસુમબેન ગનીભાઈ હેરંજા ઉ.62 નામના વૃધ્ધા પોતાના પુત્ર સાથે રાજકોટથી બાઇકમાં બેસી આવી રહયા હતા ત્યારે કણકોટ નજીક અચાનક ચક્કર આવતા બાઈક ઉપરથી પટકાતા ગંભીર ઇજાઓ પહોચતા સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ગત તા.3 ના રોજ મૃત્યુ નિપજયું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

વાંકાનેર સીટી પોલીસે ભાટિયા સોસાયટીમાં આવેલ ત્રિલોકધામ નજીકથી જાહેરમાં જુગાર રમતી પાંચ મહિલાઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
