નિવ્રુત પોસ્ટમેન સાથે લુણસરીયા ઝાંપા પાસેનો બનાવ
વાંકાનેર: તાલુકાના દીઘલીયાના નિવ્રુત પોસ્ટમેન બાવાજી લગ્ન પ્રસંગમાં જમીને પરત ફરતા લુણસરીયાના ઝાંપા પાસે એક ડમ્પરે એક્ટીવાને હડફેટે લેતા મરણ નીપજેલ છે….
જાણવા મળ્યા મુજબ મોટરસાયકલ રીપેરીંગનુ ગેરેજ ચલાવતા દીઘલીયાના હિતેષભાઈ વનમાળીદાસ કુબાવત જાતે બાવાજી (ઉ.વ.૪૫) એ ફરીયાદ લખાવેલ છે કે તા.૦૮/૦૨/૨૦૨૫ ના મારા પિતા વનમાળીદાસ ભગવાનદાસ કુબાવત પોતાનુ
એક્ટીવા રજી.નં.GJ-36-M-3184 વાળુ લઈને અમે બન્ને લુણસરીયા ગામે લગ્ન પ્રસંગમાં દોઢેક વાગ્યે જમીને ઘરે પરત આવવા નીકળેલ ત્યારે પિતાજી પોતાનુ એક્ટીવા લઈને આગળ જતા હતા અને હુ મારુ મોટર સાયકલ લઇને પાછળથી નીકળેલ ત્યારે
લુણસરીયા ગામથી દીઘલીયા તરફ જતા પાછળ એક ડમ્પર રજી નં. GJ-17-XX-3671 પુરઝડપે આવેલ અને મારી સાઇડ કાપીને નિકળેલ અને લુણસરીયા ગામના ઝાપા પાસે પહોંચતા મારા પિતાજીના એક્ટીવાને પાછળથી ઠોકર મારતા
રોડ ઉપર નિચે પડી ગયેલ હતા અને ડમ્પર ચાલક પોતાનુ ડમ્પર આગળ મુકીને જતો રહેલ અને આજુબાજુના લોકો તથા મારા મિત્ર કલ્પેશભાઇ તથા ખીમાભાઈ કારેલીયા આવી ગયેલ અને મારા પિતાને પેટના ભાગે તથા
પગમા ઇજા થયેલ હતી. ૧૦૮ એમ્બુલન્સમાં હુ તથા મારો ભાઈ પ્રકાશ પિતાજીને વાંકાનેર સરકારી હોસ્પીટલ ખાતે લઇ ગયેલ અને ડોકટરે તપાસી મરણ ગયેલ જાહેર કરેલ. ડમ્પર ચાલક વિરૂધ્ધ પોલીસ ખાતાએ ધોરણસર ફરીયાદ લખેલ છે…