વાંકાનેર : વાંકાનેર – રાજકોટ હાઇવે ઉપર ગાત્રાળનગર ગામના પાટિયા નજીક પગપાળા જઈ રહેલા વૃદ્ધને રીક્ષા ચાલકે ઠોકરે ચડાવ્યાનો બનાવ બન્યો છે

જાણવા મળ્યા મુજબ મુજબ રાજકોટ હાઇવે ઉપર ગાત્રાળનગર ગામના પાટિયા નજીક પગપાળા જઈ રહેલા ગગજીભાઈ નાઝાભાઈ ચારોલીયા ઉ.70 નામના


વૃદ્ધને જીજે -36 – એવી – 4952 નંબરના રીક્ષા ચાલક પ્રવીણ જેસાભાઇ મેરે હડફેટે લઈ હાથ અને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો

