વાંકાનેર: અહીંની મિલ સોસાયટીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા એક શખ્સને વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીક ઝેરી જીવડું કરડી જતા સારવાર મળે એ પહેલા મોત નીપજ્યાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે…


મળેલ માહિતી મુજબ વાંકાનેરના વઘાસિયા ગામ પાસે આવેલ ટોલનાકા નજીક વાંકાનેરની મિલ સોસાયટીમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા સુરેશભાઈ સોમાભાઈ સોલંકી (ઉ.વ.64) ગત રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં ટોલનાકા પાસે હતા ત્યારે ઝેરી જીવડું કરડી ગયું હોવાના કારણે તેને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને


ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને પછી મૃત જાહેર કર્યા હતા ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવ વાંકાનેર સીટી પોલીસની હદમાં બનેલ હોવાથી અહીં બનાવની જાણ કરવામાં આવી છે…
