ગાંધીનગરમાં વડાપ્રધાને જીતુભાઈ સોમાણી બાબતે કહ્યું “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે”
વાંકાનેર: મીડિયા અહેવાલો મુજબ રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં લોકાર્પણનો કાર્યક્રમ અને જંગી સભા યોજાઇ હતી, તેમાં સ્ટેજની બેઠક વ્યવસ્થામાં જીતુભાઈનું નામ કાઢવા માટેનો ખેલ પાડવામાં આવ્યો હતો. જો કે, છેલ્લી ઘડીએ કલેક્ટર સહિતના અધિકારીઓને દોડાદોડી થઈ ગયેલ હતી અને ત્યાર બાદ જીતુભાઈનું નામ સ્ટેજ ઉપર આવ્યું, પરંતુ પ્રોટોકોલ મુજબ સ્વાગત સન્માનમાં તેનું નામ રાખવામા આવ્યું ન હતું અને એન્કર તેનું નામ બોલ્યા ન હતા; જેથી કરીને જીતુભાઈ સ્ટેજ ઉપર હતા તો પણ ત્યાં આગળ ગયા ન હતા.

આ ખેલ પાડવામાં આવ્યો હતો, તેની ગાંધીનગર અને દિલ્હી સુધી રજૂઆત કરવામાં આવી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. તેના આગામી દિવસોમાં પડઘા પડશે. સાંસદ કેસરીદેવસિંહ અને મોરબીના ધારાસભ્યની વડાપ્રધાનની વ્યક્તિગત મુલાકાત થઇ હતી.

જો કે, ગાંધીનગર ખાતે વડાપ્રધાનની હાજરીમાં તમામ ધારાસભ્યોની હાજરીમાં જે કાર્યક્રમ યોજાયો હતો. ત્યાં હાજર રહેલા ૧૫૬ ધારાસભ્યો સહિતના ૧૭૫ લોકોમાંથી વડાપ્રધાને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી સાથે વાત કરી હતી. જો કે, ગુજરાત ભાજપના ધારાસભ્યો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમૂહ ભોજન લીધું હતું.

તે દરમિયાન ભાજપના જુના કાર્યકર્તા અને હાલ વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમણીને જોઈ જતા વડાપ્રધાને કહ્યું હતું કે “જીતુ કાલની સભામાં જોયો તને, હજુ એવોને એવો જ છો કાઈ ફેર નથી પડયો તારામાં” ત્યારે જીતુભાઇ સોમાણીએ કહ્યું હતું કે, “સાહેબ અઢાર કિલો વજન ઘટાડી દીધો” જે સાંભળીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સ્મિત સાથે બાજુમાં બેઠેલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કહ્યું હતું કે “આને અઢાર કિલો ઘટાડી દીધો તો આનો વજન કેટલો હશે”

વાંકાનેર ભાજપમાં વરવી જૂથબંધી ધીમી પડવાનું નામ નથી લેતી. નાના કાર્યકરો આથી મૂંઝવણ અનુભવી રહ્યા છે. બે બળુકા વચ્ચે ઝાડનો ખો ની ઉક્તિ મુજબ જાળવી જાળવીને કદમ માંડી રહ્યા છે. આ જૂથબંધી વહેલી તકે ખતમ થાય એ ભાજપના હિતમાં રહેશે.
લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી
લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ
