
મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા જિલ્લા પંચાયતના સભાખંડમાં તા.20ને સોમવારે યોજાશે. જેમાં 15માં નાણાંપંચના વર્ષ 2020થી 2024ના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનના કામો પૈકી હેતુફેર થયેલા કામોની મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2021-22 રેતી કંકરના હેતુફેર થયેલા કામો અને રેતી કંકરના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી, જિલ્લા પંચાયતની વર્ષ 2022-23ની સ્વંભંડોળની સ્ટેમ્પ ડ્યુટીના રજૂ થયેલા કામોને વહીવટી મંજૂરી, તેમજ સૌથી અગત્યનું જિલ્લા પંચાયતનું વર્ષ 2023-24નું નવું રજૂ થનાર વાર્ષિક અંદાજપંત્ર મંજુર કરવામાં આવશે. ખાસ કરીને જિલ્લા પંચાયતના બજેટ માટે જ આ મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એજન્ડાઓ પણ મંજુર કરવામાં આવશે.

વાંકાનેર કો.ઓપ. પ્રોસેસીંગ સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ઉમેદવારી પત્રો ભરવા માટેની કામગીરી ચૂંટણી અધિકારી અને મામલતદાર, વાંકાનેરની કચેરી, વાંકાનેર ખાતે તા.૧૩ થી ૧૬/૦૨/૨૦૨૩ સુધી કરવામાં આવશે. મળેલ ઉમેદવારી પત્રોની યાદી ચૂંટણી અધિકારી અને વાંકાનેર મામલતદાર કચેરી ખાતે તા.૧૬/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. આ ઉમેદવારી પત્રોની ચકાસણી તા. ૧૭/૦૨/૨૦૨૩ ના રોજ કરવામાં આવશે. આ માન્ય ઉમેદવારી પત્રોની યાદી તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. ઉમેદવારી પાછી ખેંચી લેવાની કામગીરી તા.૨૧/૦૨/૨૦૨૩ ના અને હરીફ ઉમેદવારોની આખરી યાદી પ્રસિધ્ધ તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મતદાન અને મતગણતરી તા.૦૧/૦૩/૨૦૨૩ ના રોજ શ્રી વાંકાનેર તાલુકા કો. ઓપ. પ્રોસેસીંગ સોસાયટી લી. વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.