કેરાળામાં ફાયરિંગ કેસમાં એક આરોપી હાથવેંતમાં
અન્ય આરોપીઓને તાકીદે ઝડપી લેવાશે તેવું આશ્વાસન અપાયું
સમાજના આગેવાનોનો રોષ પારખી પોલીસને હરકતમાં આવવું પડયું
વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે સવારમાં એક આધેડ પર ગોળીઓ ચલાવી નાસી છૂટેલા બે આરોપીઓ પૈકી એક આરોપીને ફાઈરિંગમાં ઈજાગ્રસ્ત આધેડનાં સગા વહાલાઓ દ્વારા ઢોર માર મારી બેરહેમીથી હાથ પગ ભાંગી નાખી મોતને ઘાટ ઉતાર્યા હતા બાદમાં હુમલાખોરો ભાગી છૂટ્યા હતા. હત્યાનાં આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં બે દિવસ સુધી એક પણ આરોપીને પકડવામાં પોલીસને સફળતા મળી ન હતી તેથી સમાજના અગ્રણીઓએ ૨૪ કલાકમાં આરોપીઓને પકડવા રજૂઆત કરી હતી અને પોલીસ ઇન્સ્પેકટર પી ડી સોલંકીએ એક આરોપી હાથવેંતમાં હોવાનું જણાવ્યું હતું. અને અન્ય આરોપીઓને તાબડતોબ ઝડપી લઇ કાયદાનું ભાન કરાવાશે તેવી ખાતરી આપી હતી.
ભરવાડ સમાજના અગ્રણીઓની રજૂઆતને પગલે પોલીસ હરકતમાં આવી હતી.
આરોપીઓને પકડવા પુરી કોશિશ કરી રહ્યા છે. જેમાંથી એક આરોપી હાથવેંતમાં હોવાનું પોલિસ સૂત્રોએ જણાવ્યું હતું. બાકીના આરોપીઓ ક્યારે પકડાશે, તેમ જ અન્ય કોઈ ગુનાને અંજામ આપશે કે કેમ તેવી અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડયું છે.