ટંકારા: રાજકોટ મોરબી રોડ પર એચ પી પેટ્રોલ પંપ સામે ગેલેક્સી હોટલ પાસે ભંગાર ટાયરના ગોડાઉનમા નાગ પંચમીના સાંજે જંગલી અજગરે દેખા દેતા સ્થાનિકો દ્વારા ટંકારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના પગલે આર.એફ.ઓ. કે.એમ. જાની તથા
ફોરેસ્ટર એમ.જી. સંઘાણી તોફિક તૈલી સહિતના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને વિશાળકાય અજગરનું રેસ્ક્યુ કર્યું હતું. ત્યારે રેસ્ક્યુ અંગે જણાવતા અધિકારીએ કહ્યું હતું કે, આ જંગલ વિસ્તારમાં જોવા મળતો જીવ ટાયરની ગાડીમાં આવી ગયો હોય હવે આને પરત જંગલમા છોડી મુકશુ. અત્રે ઉલ્લેખનીય છે કે, નાગ પંચમીના દિવસે ટંકારામા અજગર નિકળ્યાની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.