વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર ગામે ખેત મજૂરી કરતી છોટા ઉદેપુર જિલ્લાની વતની ખેત મજૂર પરિણીતાને પતિએ ઠપકો આપતા મનમાં લાગી આવતા પરિણીતાએ વાડીના કૂવામાં કૂદી જઈ આપઘાત કરી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર ગામે દિલુભા દાદુભા ઝાલાની વાડીએ કામ કરતા છોટા ઉદેપુર જિલ્લાના વતની ખારવીબેન નમલેશભાઈ રાઠવા અને તેમના પતિ વતનમાં સાઢુ ભાઈના લગ્નમાં ગયા હતા ત્યારે ખારવીબેન લગ્નમા હાજર રહેવાને બદલે તેમના પિયરમાં ચાલ્યા જતા પતિ નમલેશભાઈ રાઠવાએ ઠપકો આપતા ખારવીબેનને લાગી આવ્યું હતું.

દરમિયાન લગ્નપ્રસંગ પતાવી પરત પંચાસર ગામે વાડીએ પરત આવ્યા બાદ ગત તા.31 જાન્યુઆરીની રાત્રીએ ખારવીબેને બધા લોકો સુઈ ગયા બાદ વાડીના કૂવામાં કૂદી આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
