વિશ્વ હિંદુ પરિષદ દ્વારા વાંકાનેર પ્રખંડમા રામનવમી નિમીતે બે સ્થળ પર રામ જન્મોતસવના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પાર્થધવજ હનુમાનજી મંદિરે બપોરે ૧૨ વાગ્યે મહાઆરતી, રામ ભગવાનનું ભજન તથા હનુમાન ચાલીસાનુ પઠન કર્યું હતું.

જેમાં વિશ્વ હિંદુ પરીષદના સૌરાષ્ટ્ર પ્રાંતના સહમંત્રી દેવજીભાઈ મિયાત્રા અને સુરેન્દ્રનગરના વિભાગના બજરંગદળના સંયોજક કમલભાઈ દવે તથા મોરબી વિહીપની જિલ્લા ટીમ જોડાઈ હતી. ઉપરાંત સાંજે ૬ કલાકે મિલપરા ચોક ખાતે પણ શ્રી રામ જન્મોત્સવ ઉજવાયો હતો જેમાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા કાર્યક્રમનું સંચાલન વિહીપ વાંકાનેર અધ્યક્ષ ઘનશ્યામભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



