યાર્ડમાં મંગળ / બુધ રજા
વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની વાંકાનેર માર્કેટ યાર્ડ તરફથી કરવામાં આવી છે.
બીજી માંગણી શકીલ પીરઝાદા દ્વારા તા.1/9/2023 ના રોજ કલેક્ટરશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની કરવામાં આવી હતી અને તે બાબતે કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી અને સાધનિક કાગળોની નકલો માહિતી અધિકારના કાયદા હેઠળ માંગી હતી.
ત્રીજી માંગણી વાંકાનેર અને ટંકારા તાલુકા સહીત સમગ્ર મોરબી જિલ્લાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની માંગણી મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી તરફથી કરવામાં આવી હતી.
ચોથી માંગણી હેઠળ સુરત ખાતે ખેડૂતોની સંસ્થા “ખેડૂત સમાજ” ની ઓફિસ ગેરકાયદેસર રીતે તોડી પાડવા વિરુદ્ધ મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્ર આપવામાં શકીલ એહમદ કે. પીરઝાદા (મહામંત્રી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ અને પુર્વ પ્રમુખ: APMC – વાંકાનેર), ગુલામભાઇ પરાસરા (પ્રમુખ: APMC – વાંકાનેર), ફારૂકભાઈ કડીવાર (પ્રમુખ: કિસાન કોંગ્રેસ – વાંકાનેર તાલુકા), ભાવેશ સાવરિયા (પ્રમુખ: મોરબી જિલ્લા કિસાન કોંગ્રેસ), કે.ડી. પડસુમ્બીયા (પ્રમુખ: મોરબી તાલુકા કોંગ્રેસ), કે.ડી. બાવરવા (ગુજરાત પ્રદેશ કોંગ્રેસ તરફથી પ્રભારી), એલ.એમ. કંઝારીયા (પુર્વ કાર્યકારી પ્રમુખ: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી), મહેશભાઈ રાજગુરુ (મહામંત્રી: મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતી) અને અશોકભાઈ કૈલા (નેતા વિપક્ષ: માળીયા તાલુકા પંચાયત) જોડાયા હતા.
યાર્ડમાં મંગળ / બુધ રજા
સેક્રેટરી, ધી એગ્રી પ્રો. મા. કમિટી વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે આથી તમામ દલાલભાઈઓ તથા વેપારીભાઈઓ તથા ખેડૂતભાઈઓને જાણ કરવામા આવે છે કે તા.૧૯–૯–૨૦૨૩ ને મંગળવાર ના રોજ ”સવંતસરી’ ની જાહેર રજા રાખવાની અગાઉ જાણ કરવામા આવેલ છે. પણ ‘જૈન સમાજ’ના તહેવાર નિમીતે આજ બપોર પછી માર્કેટયાર્ડ કમીશન એજન્ટ એસોશીએસન વાંકાનેર દ્રારા નકકી થયા મુજબ તા.૨૦–૯–૨૦૨૩ બુધવારના રોજ રજા રાખવાનુ નકકી કરવામા આવેલ છે. આમ તા.૧૯–૯–૨૦૨૩ મંગળવાર અને તા.૨૦–૯–૨૦૨૩ બુધવારના રોજ રજા રહેશે. જેની સર્વે સબંધકર્તાએ નોંધ લેવા વિનંતી.