કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

નાગા થઈને ફરતી મદારી ગેંગનો એક આરોપી ઝડપાયો

14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે

સોનાની વીંટી, કડુ સહિત કુલ એક લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા હતા

મદારી ગેંગ દ્વારા સાબરમતી વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈને ઘરેણા પડાવી લીધા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા અમદાવાદ ઝોન-2 એલસીબીની ટીમે મદારી ગેંગના એક સભ્યની ધરપકડ કરી છે.

અમદાવાદના સાબરમતીના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગત તા.8 જાન્યુઆરીએ એક વૃદ્ધ દંપતી સાથે છેતરપિંડી થઈ હતી. જેની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી ત્યારે મદારી ગેંગના સભ્યો દ્વારા વૃદ્ધ દંપતી સાથે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું. સીસીટીવી આધારે તપાસ બાદ ઝોન-2 એલસીબીની ટીમે મદારી ગેંગના રાહુલનાથ મદારીની ધરપકડ કરી છે. આરોપી રાહુલનાથ પાસેથી સોનાની વીંટી, સોનાનું કડુ, મોબાઈલ અને કાર સહિત ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે

વૃદ્ધ દંપતી જઈ રહ્યું હતું ત્યારે નંબર પ્લેટ વગરની કાળા કલરની કારમાં જઇને ઉજ્જૈનથી આવતા હોવાનું કહીને નજીકના મંદિરનું સરનામું પૂછવાના બહાને વાતો કરી હતી. બાદમાં ગાડીમાં નગ્ન અવસ્થામાં સાધુના વેશમાં બેઠેલા મદારી ગેંગના સભ્યએ મોટા સાધુ હોવાની ઓળખ આપીને તેના દર્શન માટે અનેક લોકો પડાપડી કરતા હોવાનું કહીને વાતોમાં ભોળવીને અલગ અલગ વસ્તુઓ માંગી હતી. જે બાદ પોતે પરીક્ષા કરતા હોવાનું જણાવી વૃદ્ધ દંપતીને વિશ્વાસમાં લઈ તેમની પાસે રહેલી સોનાની વીંટી, કડુ સહિત કુલ એક લાખથી વધુની કિંમતના દાગીનાઓ પડાવી લીધા હતા. મદારી ગેંગ વિરુદ્ધ અગાઉ ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, ભાવનગર સહિત અલગ અલગ પોલીસ મથકોમાં 14 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. ત્યારે પોલીસે મદારી ગેંગના રાહુલનાથ નામના આરોપીની ધરપકડ કરીને ફરાર આરોપી કરણનાથ મદારીની શોધખોળ શરૂ કરી છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!