અમરસિંહજી હાઈસ્કૂલ સામે અંધારામાં આંટાફેરા કરતો પકડાયો
વાંકાનેર: તાલુકાના કાછિયાગાળા ગામે બુટ ભવાની માતાજીના મઢમાં ચાંદીના બે છત્તરની ચોરી કરવામાં આવેલ, જેથી 40,000 રૂપિયા ની કિંમતના મુદ્દામાલની ચોરી થઈ હોવાની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે.


જાણવા મળ્યા મુજબ કાછિયાગાળા ગામે રહેતા હેમંતભાઈ ધુળાભાઈ રંગપરા (35)એ વિપુલ ઉર્ફે પ્રવીણ મીઠાભાઈ જાદવ રહે. મોટીમોલડી તાલુકો ચોટીલા તથા એક અજાણ્યો શખ્સ આમ બે વ્યક્તિઓની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે, કાછિયાગાળા ગામે આવેલ બુટ ભવાની માતાજીના મઢે આરોપીઓ બાઈક લઈને આવ્યા હતા અને ત્યાં માતાજીના ફોટો ઉપર ચડાવવામાં આવેલ 40,000 રૂપિયાની કિંમતના 500 ગ્રામ ચાંદીના બે છત્તરની ચોરી કરીને લઈ ગયેલ છે


પોલીસે ગુનો નોંધી આ ગુનામાં પોલીસે આરોપી જયેશભાઈ બાબુભાઈ મકવાણા રહે. ખારચીયા તાલુકો રાજકોટ વાળાની ધરપકડ કરેલ છે. અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે.
અમરસિંહજી હાઈસ્કૂલ સામે અંધારામાં આંટાફેરા કરતો પકડાયો
અશોકભાઇ ઉર્ફે રાજેશ ગાંડુભાઈ ઉઘરેજા (ઉ.40) રહે. નવા વઘાસીયા વાળાને વાંકાનેર અમરસિંહજી હાઈસ્કૂલ સામે દુકાનોની આજુબાજુ રાત્રીના અંધારામાં આંટાફેરા કરતો મીલકત વિરૂધ્ધનો કોઇ કોગ્નીઝેબલ ગુન્હો કરવાના ઇરાદે મળી આવતા પોલીસે ગુન્હો જી.પી.એકટ કલમ ૧૨૨(સી) મુજબ નોંધેલ છે…
