કુસુમબેન; માં અને દીકરીનું નામ એક હોઈ શકે નહીં, જો કે મરણના દાખલામાં કામિનીબેન નામ લખેલ છે
મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપીની ધરપકડ થઇ છે.

ફરિયાદી વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, છતાં પણ તે બન્નેના મરણના પ્રમાણપત્ર ખેતી રીતે મેળવીને તેનો ઉપયોગ કરીને અમદાવાદના તલાટી બી.બી. રાઠોડ પાસેથી ખોટો પેઢી આંબો મેળવીને ખોટી વિગતોના આધારે નોટરી તરંગ આર. દવે રૂબરૂ સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામુ કરવામા આવ્યું છે; જેમાં પણ ખોટી માહિતી આપવામાં આવી છે.

આમ બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો દ્વારા વૃદ્ધની માલિકીની કરોડો રૂપિયાની જમીન હડપ કરવા માટે કૌભાંડ કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં વૃદ્ધ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની ધરપકડ કરી હોવાની ડીવાયએસપી પી.એસ. ગોસ્વામીએ માહિતી આપતા જણાવ્યુ છે.

મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીની ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે. ધરપકડ કરેલ સુચીતભાઇ રમેશભાઇ જોષી રાજકોટ બજરંગવાડીમાં પવનપાર્કમાં રહે છે, જે જમીન ખરીદનાર છે. જમીન વેચનાર તરીકે ખુદને સીધી લીટીના વારસદાર તરીકે ઓળખાવનાર અમદાવાદના કાલુપુરના મોનાબેન મહેતા તથા ગોમતીપુરના કુસુમબેન મહેતાના નામ ફરિયાદમાં આપેલા છે.

દસ્તાવેજમાં સાક્ષી તરીકે સહી કરનાર રાજકોટના છે. કથિત ખોટો આંબો બનાવનાર તલાટી અને નોટરી અમદાવાદના છે. ચોંકાવનારી વાત એ છે કે ફરિયાદી પોતાની પત્નીનું નામ કુસુમબેન બતાવે છે, અને વારસદાર ખુદનું નામ પણ કુસુમબેન લખાવ્યું છે, આમ કુસુમબેન; માં અને દીકરીનું નામ એક હોઈ શકે નહીં, જો કે મરણના દાખલામાં કામિનીબેન નામ લખેલ છે. હવે આગળ કોની કોની ધરપકડ થાય છે અને શું પગલાં લેવાય છે, તે જાણવામાં વાંકાનેરવાસીઓને રસ પડયો છે.