શક્તિપરાના યુવાનની ઘુંટુ ગામની સીમમાંથી અટકાયત
વાંકાનેર: શક્તિપરા હસનપર વાંકાનેરનો યુવાન તેની રીક્ષાની પાછળની સીટમાં બે બાચકાઓમાં કોપરના સાથે મોરબી પોલીસે પકડેલ હતો….

જાણવા મળ્યા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમ્યાનમાં ઘુંટુ ગામની સીમમાં કેનાલ પાસે ૬૬ કેવીના સબ સ્ટેશન પાસેથી રીક્ષા નંબર જીજે ૩૬ વી ૭૭૧૦ લઈને એક ઇસમ નીકળ્યો હતો. જેને અટકાવીને તેનું નામ પૂછવામાં આવતા તેણે પોતાનું નામ

રમેશ મનુભાઈ વાઘેલા દેવીપુજક (૨૮) રહે.શક્તિપરા હસનપર વાંકાનેર હોવાનું જણાવ્યું હતું અને તેની રીક્ષાની પાછળની સીટમાં બે બાયકા ભરેલા હોય અને તે બાચકાઓમાં કોપરના વાયર ભરેલા જોવા મળ્યા હતા.જેથી હાલ કોપર વાયરનો જથ્થો કોનો છે ? ક્યાંથી લાવ્યા છે ? તે સહિતની દિશામાં આગળની તપાસ માટે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને તે દિશામાં આગળની તપાસ શરૂ કરી છે…

