



વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર ગામના સ્મશાન નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે સ્વીફ્ટ કારમાં દારૂની હેરફેર કરતા સુરેન્દ્રનગર જિલ્લાના ભવાનીગઢ ગામના હસમુખ માધુભાઈ દેકેવાડીયાને રૂપિયા 7000ની કિંમતના 350 લીટર દેશી દારૂ અને રૂ.3 લાખની કિંમતની સ્વીફ્ટ કાર સાથે ઝડપી લીધો હતો. જો કે, દરોડા દરમિયાન માથક ગામનો અજય કોળી પોલીસને જોઈ નાસી જતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ કાર્યવાહી કરી હતી.