વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર નીકળેલા શખ્સ ઝડપાયો
વાંકાનેર : બુટલેગરો વ્હીસ્કીની સાથે વોડકા સપ્લાય કરતા થયા હોવાના અણસાર વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર વોડકા અને બિયરનો જથ્થો લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીકથી રૂપિયા 40 હજારની કિંમતના બાઈક ઉપર મૂનવોક ઓરેન્જ વોડકા 10 બોટલ કિંમત રૂપિયા 3000 અને કિંગ ફિશર સુપર સ્ટ્રોંગ બિયરના 10 ડબલા કિંમત રૂપિયા 1000 સાથે નીકળેલા બાઈક ચાલક મહેશ કેસાભાઇ મેર રહે.હીરાણા, તા.થાન જિલ્લો સુરેન્દ્રનગર વાળાને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મૂજબ કાર્યવાહી કરી હતી.

વાંકાનેરમાં આરોપી નીતેશભાઇ જાદુભાઇ સાબરીયા ભેરડા ગામના પાટીયા પાસે રોડ પર રૂપિયા ૧૦૦ની કિમતના ૫ લિટર દેશી દારૂ સાથે મળી આવ્યો હતો.