કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

બે અકસ્માતમાં એક મરણ: ત્રણ ઘાયલ થયા

મારામારીમાં મહિલા ઈજાગ્રસ્ત

ડબલ સવારી બાઇકના અકસ્માતમાં એકનું મૃત્યુ: એક સારવારમાં: બીજું અકસ્માત રિક્ષાનું થતા બે શખ્સને ઇજા થઇ

વાંકાનેર તાલુકામાં અકસ્માતના બે અલગ અલગ જગાએ અકસ્માત થયા છે, જયારે એક બનાવમાં મારામારીમાં એક મહિલાને ઇજા થતા સારવારમાં દાખલ થયા છે.

જાણવા મળ્યા મુજબ વાંકાનેર હાઇવે ઉપર ગતરાત્રિના ગોજારો વાહન અકસ્માત બન્યો હતો.જેમાં ડબલ સવારીમાં જતા બાઇકને બેકામ ગતિએ દોડતા ડમ્પરના ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતના બનાવમાં હાલ મોરબીના ઢુવા ખાતે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના બે પૈકીના એક યુવાનનું મોત નિપજયુ હતું.જેને પગલે ચાર સંતાનોને પિતાની છત્રછાયા ગુમાવી હતી અને હાલ બનાવની જાણ થતા તાલુકા પોલીસ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.


બનાવ સંદર્ભે પોલીસ સુત્રોમાંથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના બંધુનગર ગામ પાસે આવેલા રાધે પેટ્રોલિયમ નજીક ગતરાત્રિના નવેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં ડબલ સવારીમાં બાઈકમાં જઈ રહેલા નિર્ભયભાઇ બ્રિજેન્દ્રપ્રસાદ રાજભર (ઉમર ૪૦) અને અજયભાઇ ભુરાલાલ રાજભર (ઉમર ૩૫) હાલ બંને રહે હુવા તાલુકો વાંકાનેર જીલ્લો મોરબી મૂળ રહે ઉત્તરપ્રદેશ (જિલ્લો બલિયાવાળા) બાઈકને ડમ્પરના ચાલકે ડફેટે લીધું હતું.

જે બનાવમાં ઇજા પામેલા નિર્ણય રાજભર અને અંજય રાજભર બંનેને વાંકાનેર હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેઓની પ્રાથમિક સારવાર કરવામાં આવ્યા બાદ વધુ સારવાર અર્થે તેઓને રાજકોટ ખસેડાયા હતા.જ્યાં સારવાર દરમિયાન નિર્ભય બ્રિજેન્દ્રપ્રસાદ રાજભર નામના મૂળ ઉત્તરપ્રદેશના ૪૦ વર્ષના યુવાનનું મોત નિપજયુ હતું.જેને પગલે ત્રણ દીકરીઓ અને એક પુત્ર એમ ચાર સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.


વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક નિર્ભય અને અંજય મોરબીના સિમોન્ડા સીરામીક અને કલેઆર્ટ સીરામીક નામના યુનિટમાં પોલીસિંગનો કોન્ટ્રાક્ટ રાખતા હતા. અને જેથી તેઓ કામ સબબ બાઈકમાં બંધુનગર અને હુવા નજીકથી જતા હતા ત્યારે ડમ્પર ચાલકે તેમના બાઈકને ડૅકેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં સારવાર દરમિયાન નિર્ણય રાજભરનું મોત નીપજ્યું હતું.જ્યારે અંય રાજભર હાલ સારવાર હેઠળ હોવાનું મૃતકના ગામના સૂર્યકાંત પાંડે પાસેથી જાણવા મળેલ છે.


રિક્ષા અકસ્માતમાં ઇજા
વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા ગામ પાસે વરમોરા સિરામિક નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રિક્ષામાં જતા કાદરભાઈ બાવલીયા (૭૦) અને તસલીમા જાવેદ (૧૦) ને ઇજાઓ થતા તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકાનો હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટે કવાયત કરેલ છે


મારામારીમાં ઈજા થતા સારવારમાં
વાંકાનેર હાઇવે માટેલ રોડ ખાતે આવેલ વિકાસ હોટલની પાસે મારામારીનો બનાવ બન્યો હતો, જેમાં મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા મધુબેન રાજુભાઈ વડેયા નામની ૩૫ વર્ષની મહિલાને ઇજાઓ થવાથી સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જેથી એચ.એમ.ચાવડાએ પ્રાથમિક તપાસ કરી હતી અને આ બનાવ વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદનો હોય ત્યાં આ સંદર્ભે આગળની તપાસ માટે જાણ કરાઇ હતી.

લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી

લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

Content Copying Forbidden !!

error: Content is protected !!