રાત્રીના નુર પ્લાઝા પાસે હાઇવે ઓળંગતા કાર અડફેટે બનેલો બનાવ
વાંકાનેર: અહીંના ચંદ્રપુર નજીક માર્કેટિંગ યાર્ડ પાસે નેશનલ હાઇવે પર ગતરાત્રિના હાઇવેનો રસ્તો ઓળંગતા બે યુવાનોને બાઉન્ડ્રી તરફથી પુર ઝડપે આવતી કાર ચાલકે ઠોકરે ચડાવતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે….
બનાવની મળેલ માહિત મુજબ વાંકાનેરના ચંદ્રપુર નજીક માર્કેટિંગ યાર્ડ સામે નેશનલ હાઇવે પર નુર પ્લાઝા ખાતે ટ્રક પાર્કિંગમાંથી ટ્રક પાર્ક કરી હાઇવે ઓળંગતા બે યુવાનોને બાઉન્ડ્રી તરફથી પુર ઝડપે આવતી એક હ્યુન્ડાઈ વરના કાર નં. GJ 36 L 9229 ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય, જેમાં સિંકદરખાન અબ્બાસખાન કુંભાર (ઉ.વ. ૩૪, રહે. બાડમેર, રાજસ્થાન) નામના યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું, જ્યારે તેની સાથે રહેલ નુરાખાન શકરૂખાન કુંભાર (રહે. બાડમેર, રાજસ્થાન) નામના યુવાનને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે…..