વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર મજુરો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હતા, તે દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલુ વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે મજૂરોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું હતું જ્યારે અન્ય એકને ઇજાઓ પહોંચી હોવાનો બનાવ જાણવા મળ્યો છે…
બનાવની પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના લાલપર ગામની સીમમાં હશનભાઈ જલાલભાઈ શેરસિયાના પ્લોટમાં બાંધકામ ચાલતું હોય, ત્યારે શ્રમિકો પિલર ભરવા માટે લોખંડનું પીંજરૂ દિવાલ પર બેસીને ફીટ કરતાં હતા, ત્યારે ઉપર ધ્યાન ન રહેતા સાઈડમાંથી પસાર થતી
વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતા ભારતભાઈ દિલીપભાઈ ભુરીયા (ઉ.વ. ૨૫, હાલ રહે. લાલપર, મુળ રહે. મધ્યપ્રદેશ) ને વિજ શોક લાગતા તેનું મોત થયું હતું, જ્યારે અન્ય શ્રમિક ગોલુભાઈ પ્રતાપભાઈ ડાભીને ઇલેક્ટ્રિક શોક લાગતાં ઇજાઓ પહોંચી હતી, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..