કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

મિતાણા ઓવરબ્રીજ પાસે ટ્રેકટરને ટ્રકે અડફેટે લેતા એકનું મરણ

તરબુચ તથા ટેટીના થડા વાળા બીજા એક ઇજાગ્રસ્ત

ટંકારા: તાલુકાના મિતાણા ઓવરબ્રીજ પાસે એક ટ્રકે ટ્રેકટરને અડફેટે લેતા ચાલક યુવાનનું મરણ નીપજેલ છે અને એક વ્યક્તિને ઇજા થતા રાજકોટ દવાખાનામાં સારવાર હેઠળ છે….

જાણવા મળ્યા મુજબ પ્રભુનગર મીતાણામાં રહેતા અરવિંદભાઇ મોહનભાઇ દેવડા (ઉ.વ.૪૭) એ ફરીયાદમાં લખાવેલ છે કે ગઇ તા.૩૦/૦૩/૨૦૨૫ ના રોજ સવારના ટંકારાથી મિતાણા ગામનો ઓવરબ્રીજ ચાલુ થાય છે ત્યા મારો તથા મારા કુટુંબીભાઇ દીલીપભાઇ ટપુભાઇ દેવડાનો તરબુચ તથા ટેટીનો થડો આવેલ છે ત્યાં અમોએ તરબુચ તથા ટેટી ભરીને મારુ ટ્રેકટર નં.GJ-03-E A-4738 વાળુ રાખેલ હોય ત્યાં આવેલ અને આ ટ્રેકટર મારા ભત્રીજા કિશોરભાઇ ધનજીભાઇ દેવડા ચલાવેલ અને હું તેની બાજુમાં ટ્રેકટરના પંખા ઉપર બેઠેલ હતો

અને અમારુ ટ્રેકટર ઓવરબ્રિજ ઉપર થોડે આગળ જતા ટ્રેકટરની પાછળ એક સફેદ કલરનો ટ્રક રજી.નં.G J-08-AW-5303 આવતો હોય જેને અમારા ટ્રેકટર સાથે એકસીડન્ટ કરેલ, જેથી ટ્રેકટર ઉપરથી હું તથા મારો ભત્રીજો કિશોર બંને નીચે પડી ગયેલ હતા અને મને ઇજા થયેલ હોય અને થોડી વામાં ૧૦૮ એમ્યુલન્સ આવેલ અને મને મારા કુટુંબી ભાઈ દીલીપભાઈ ટપુભાઇ દેવડા તથા મારા મોટાભાઈ નારણભાઈ મોહનભાઇ દેવડા બંને જણા મને ૧૦૮ એમ્યુલન્સમાં રાજકોટ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઇ આવેલ છે અને અહીં હોસ્પીટલમાં મને મારા મોટાભાઇ નારણભાઇ મોહનભાઇ દેવડા તથા દીલીપભાઇ ટપુભાઇ દેવડા નાઓએ જણાવેલ કે કિશોરભાઇ ધનજીભાઇ દેવડા રહે.પ્રભુનગર મિતાણા તા,ટંકારા જી. મોરબી વાળો આ એકસીડન્ટમાં સ્થાનિક જગ્યાએ મરણ ગયેલ છે પોલીસ ખાતાએ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે…

Content Copying Forbidden !!

error: Content is protected !!