ત્રણ માસના દીકરા સહીત ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા
ટ્રેક્ટરનું ડ્રાઈવિંગનું કામ કરતા આણંદપરના શખ્સનો હાથ કપાયો
વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે ગઈ કાલે સાંજના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં નેશનલ હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે એક ડબલ સવારી બાઇક અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માતના બનાવમાં બે યુવાનોને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક શખ્સનું મૃત્યુ થયું છે.
જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે ચોકડી પાસે પેટ્રોલ પંપ સામે બે યુવાનો ડબલ સવારી બાઇક નં. GJ 36 A 9467 માં જઇ રહ્યા હોય ત્યારે તેમના બાઇકને પાછળથી આવતા એક ટ્રક નંબર GJ 10 W 5970ના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ડબલ સવારી બાઇક સવાર યુવાનોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનોના નામ વિક્રમભાઇ સવજીભાઇ રાણેવાડીયા (રહે. મકતાનપર) અને સુરેશભાઇ કરમજી કેરવાડીયા (રહે. આણંદપર) હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમાં સુરેશભાઇના હાથ પર ટ્રકના તોતિંગ વ્હિલ ફરી વળ્યા હોય અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે,
આ ભાઈ ટ્રેક્ટરનું ડ્રાઈવિંગનું કામ કરે છે. જયારે મરણ જનાર મકતાનપરના વિક્રમભાઈ ખેતીકામ કામ કરતા હતા, તેને ત્રણ નાની નાની દીકરીઓ અને એક ત્રણ માસનો દીકરો છે. આમ તેના ચાર સંતાનોએ પિતા ગુમાવ્યા છે.