રાતના હાઇવે પર નાસ્તો લેવા જતા બનેલ બનાવ
વાંકાનેર: અહીં હાઇવે પર વઘાસીયા ટોલનાકાથી આગળ ડબ્બલ સવારી મોટરસાયકલ સાથે ટ્રેકટર ભટકાડતા ઓરિસ્સાના મજૂરનું મરણ નીપજેલ છે, જયારે ટોળના શખ્સને ઇજા થતા રાજકોટ સારવાર હેઠળ છે.
આ બનાવ બાબતે ટોળના સોહીલભાઈ ગનીભાઇ બાદી (ઉ.વ. ૨૧) એ ફરીયાદમાં લખાવેલ છે કે પોતે વાંકાનેર હાઇવે પરની નર્સરી ચોકડી સામે આવેલ જયોતી પોટરીમાં મજુરી કામ કરે છે.
તા.૨૦/૦૩/૨૦૨૪ ના રાત્રીના ભુખ લાગતા સવા અગ્યારેક વાગ્યા વખતે જમવાનું પાર્સલ લેવા પોતે તથા સાથે કામ કરતો ગુરુપ્રસાદ રથભાઇ બીંદાણી (ઓરિસ્સાવાળો) નજીરભાઈનુ મોટર સાયકલ રજી. નં.GJ 36 AH 6211 વાળુ લઈને નીકળેલ હતા.
વઘાસીયા ટોલનાકુ ટપીને ગાયત્રી ચેમ્બરની સામે નેશનલ રોડ ચડતા હતા ત્યારે મોરબી તરફથી પુર ઝડપે ટ્રેક્ટર ચાલકે ટ્રેક્ટર નં GJ 13 AM 7336 આવવા દઈ મોટર સાયકલને હડફેટે લેતા અમો રોડ ઉપર નીચે પડી ગયેલ. મોટરસાયકલ ગુરૂપ્રસાદ ચલાવતો હતો,
તેમને ડાબા પગે તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા લોહી નીકળવા લાગેલ, ફરિયાદીને મણકાના ભાગે તથા ડાબા પગે ઈજા થયેલ.
બાદ ત્યા માણસો ભેગા થઈ જતા કોઇએ ૧૦૮ માં ફોન કરતા અને એમ્બ્યુલન્સ આવી જતા સારવારમાં વાંકાનેર સરકારી દવાખાને લઈ ગયેલ હતા.
ઉપરોકત બનાવની જાણ મારી સાથે કામ કરતા અમારા મિત્ર ફારૂકભાઈ તથા સાગરભાઈને કરતા દવાખાને આવી ગયેલ હતા. બેભાન ફરિયાદીને જાણવા મળેલ કે વાંકાનેર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી આયુષ્ય હોસ્પિટલ ખાતે લઈ ગયેલ હતા, જ્યાં ફરિયાદીના મામા રફીકભાઈ તથા ભાઈ યાસીન મોરબી આવી ગયેલ હતા.
વધુ ઇજા થયેલ હોય જેથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાનુ કહેતા તા.૨૧/૦૩/૨૦૨૪ ના રોજ સવારના HCG હોસ્પિટલ રાજકોટ ખાતે સારવારમાં લઇ આવેલ. ડોકટર સાહેબે જોઈ તપાસતા મણકાના ભાગે ફેકચર થયેલનુ જણાવેલ છે, જયારે ઓરિસ્સાના શખ્સનું મરણ નીપજેલ છે.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું