ખખાણાનો યુવક સારવારમાં
વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ પાસે ટ્રક અને બાઈક વચ્ચે ગઈ કાલે અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા ઈજા પામેલા વ્યક્તિને સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે
જેની મળતી માહિતી મુજબ સિંધાવદર ગામના બસ સ્ટેન્ડથી આગળ જતાં રેલ્વે ફાટક નજીક વળાંક પાસે રાજકોટ-વાંકાનેર રોડ પર ટ્રક નં. જીજે ૧ સિયું ૧૬૭૬ ના ચાલકે બેદરકારી રાખીને બાઈક નં. જીજે ૩ સીડી ૯૪૬૪ ના ચાલકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈક ચાલક અશોકભાઈ વિહાભાઇ અધારા (૪૦) રહે. ખખાણા વાળાને ગંભીર ઇજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવ બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પરથી લઇને નાસી ગયો હતો જેથી કરીને પોલીસે ઇજા ગ્રસ્તની ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરી છે.
કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા માટે નીચેની સૂચનાઓને અનુસરો