વાંકાનેર તાલુકાના સરતાનપર રાતાવીરડા રોડ ૫૨ આવેલ વંશ લેમીનેટ પ્રા.કંપનીમાં છેલ્લા પાંચ વર્ષથી મજુરી કામ કરતા
અને કુટુંબ સાથે રહેતા વિનાબેન બાદરભાઇ બાબરભાઈ ચૌહાણ (ઉ.વ.૪૦) રહે. સરોડા ગામ તા.બાલાસિનોર જી.મહીસાગર વાળાએ ફરીયાદ લખાવેલ છે કે તેમના પતિ બાદરભાઈ બાબરભાઈ ચૌહાણ તથા સંબંધી કરણ અજયકુમાર રાણા બંને જણા કંપનીના કામે
મોટર સાયકલ રજી.નં GJ36D6603 વાળુ લઇને જતા હતા ત્યારે સાડા પાંચેક વાગ્યાના અરસામાં સરતાનપર રોડ પર સ્વેલ સીરામીક પહેલા નાના પુલીયા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે પાછળથી ઠોકર મારી જતો રહેલ અને
કરણ રાણાને પગમાં તથા માથામાં ઇજા થયેલ. જયારે રાજકોટ હોસ્પિટલમાં ગઈ તા.૨૩/૦૨/૨૦૨૪ ના રોજ બપોરના એમના પતિનું સારવાર દરમ્યાન મરણ ગયેલ. અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ધોરણસર ફરીયાદ નોંધી પોલીસ ખાતાએ કાર્યવાહી શરુ કરેલ છે.
નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને આપના અન્ય મિત્રોને પણ આ લિંક Share કરી તેને પણ અમારી સાથે જોડો…
https://chat.whatsapp.com/Lj0mgxBwtwaCSLe9QfXM3P
નોંધ: જો ગ્રુપ ફૂલ આવે તો અમને જાણ કરશો તો અમે બીજી Link મોકલીશું