વાંકાનેરથી અજમેર જવા-આવવા માટેનું ટ્રેનનું ટાઈમ ટેબલ
વાંકાનેર: અત્રે સૌરાષ્ટ્રમાંથી અજમેર જવા માટે પોરબંદર અને ઓખાથી આવતી અઠવાડિયામાં ચાર ટ્રેનો મળે છે, અજમેર મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે, દેશ અને દુનિયાભરના શ્રદ્ધાળુઓ ત્યાં ઉમટી પડે છે, પોરબંદર અને ઓખાથી ઉપડતી ટ્રેનોમાં આવતા સ્ટેશનોની આસપાસના ગામોમાં પણ મુસ્લિમોની ખાસી વસ્તી હોવાથી મોટા ભાગે ટ્રેન ટિકિટ લેવા મોટું વેઇટિંગ જ હોય છે, એમાંય મુસ્લિમ ચાંદ છ (છઠ્ઠી) ની આજુબાજુ જવા- આવવા કન્ફ્રર્મ ટિકિટ ઘણા દિવસો પહેલા પણ મળવી મુશ્કેલ હોય છે.

કોરોના પહેલા સૌરાષ્ટ્રથી મહેસાણા સીધી એક ટ્રેન હતી, જેથી અજમેર જનારા માટે અમદાવાદથી ઉપડતી ટ્રેનોનો અમદાવાદનો ધક્કો ખાધા વગર મહેસાણાથી બેસવાનો લાભ મળતો હતો, જે પણ હજી સુધી ચાલુ થઇ નથી, વિરમગામ, સામખિયાળી કે અમદાવાદ હોય, અજમેર જવા કન્ફ્રર્મ ટિકિટ મળતી જ નથી, તત્કાલ ટિકિટમાં પણ એ જ સમસ્યા રહે છે, આથી વધુ એક ટ્રેનની જરૂર છે, સૌરાષ્ટ્રના સાંસદોએ આ માટે રેલવે મંત્રાલય સમક્ષ ભારપૂર્વક રજુઆત કરવી જોઈએ. પુષ્કર જનારા હિન્દૂ શ્રદ્ધાળુઓને પણ આ ટ્રેનનો લાભ મળી શકે, નવી ટ્રેનને પૂરતો ટ્રાફિક મળી રહેશે, એમાં કોઈ શંકા નથી…

વાંકાનેરથી અજમેર જવા-આવવા માટેનું ટ્રેનનું ટાઈમ ટેબલ
વાંકાનેરથી અજમેર રેલવે સ્ટેશનનું અંતર 677 કી.મી. છે, વાંકાનેરથી અજમેર સુધીના ટ્રેનના ભાડા વર્ગ (સ્લીપર, એસી ચેર કાર, 3AC, વગેરે) અને ચોક્કસ ટ્રેન પ્રમાણે બદલાય છે, પરંતુ સ્લીપર ક્લાસનું ભાડું ₹ 250 થી 400, 3ACનું ભાડું ₹600 થી 800 અને 2AC/1AC માટે વધુ હોય છે; તમારી મુસાફરીની તારીખ માટે ચોક્કસ વર્તમાન કિંમતો માટે તમારે સાઇટ્સ www.enquiry.indianrail.gov.in તપાસી લેવી

વાંકાનેરથી અજમેર જવા માટે
અત્યારે વાંકાનેરથી અજમેર જવા અઠવાડિયામાં ૪ ટ્રેનો છે, શુક્રવારે બે અને શનિ/ રવિ/ બુધ/ગુરુવારે એક-એક ટ્રેન છે, સોમ અને મંગળવારે એક પણ ટ્રેન નથી.
(1) ટ્રેન નં. 19269 પોરબંદર- મુજફરનગર મેઈલ એક્સપ્રેસ દર શુક્ર/ શનિવારે રાત્રે 0=38 વાગે આવે અને અજમેર બીજે દિવસે બપોરે 11=45 વાગે પહોંચાડે
(2) ટ્રેન નં. 20937 પોરબંદર- દિલ્હી સુપર ફાસ્ટ દર રવિ / બુધવારે રાત્રે 0=38 વાગે આવે અને અજમેર બીજે દિવસે બપોરે 11=45 વાગે પહોંચાડે
(3) ટ્રેન નં. 19565 ઓખા – દહેરાદુન દર શુક્રવારે બપોરે 3=43 વાગે આવે અને અજમેર રાત્રે 1=55 વાગે પહોંચાડે
(4) ટ્રેન નં. 20913 રાજકોટ – દિલ્હી સુપર ફાસ્ટ દર ગુરુવારે બપોરે 3=43 વાગે આવે અને અજમેર રાત્રે 1=55 વાગે પહોંચાડે
અજમેરથી વાંકાનેર આવવા માટે
અજમેરથી વાંકાનેર રિટર્ન આવવા અઠવાડિયામાં ૪ ટ્રેનો છે, સોમવારે બે અને ગુરુ/ મંગળ/ રવિ/ શુક્રવારે એક-એક ટ્રેન છે, બુધ અને શનિવારે એક પણ ટ્રેન નથી.
(1) ટ્રેન નં. 20938 દિલ્હી સરાઈ રીહિલા સુપર ફાસ્ટ દર સોમ/ ગુરુવારે બપોરે 3=05 વાગે અજમેર આવે અને વાંકાનેર રાત્રે 2=11 વાગે પહોંચાડે
(2) ટ્રેન નં. 19270 પોરબંદર એક્સપ્રેસ દર સોમ/ મંગળવારે રાત્રે 8=50 વાગે અજમેર આવે અને વાંકાનેર સવારે 7=57 વાગે પહોંચાડે
(3) ટ્રેન નં. 19566 ઉત્તરાંચલ એક્ષપ્રેસ દર રવિવારે રાત્રે 8=50 વાગે અજમેર આવે અને વાંકાનેર સવારે 6=32 વાગે પહોંચાડે
(4) ટ્રેન નં. 20914 રાજકોટ એક્ષપ્રેસ દર શુક્રવારે રાત્રે 8=50 વાગે અજમેર આવે અને વાંકાનેર સવારે 6=32 વાગે પહોંચાડે
