બહુચરાજી શેરીમા રહેતા કોલસાના વેપારીએ અંતિમ પગલાંનો પ્રયાસ
વાંકાનેર પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી
વાંકાનેરમા રહેતા કોલસાના વેપારીએ મોરબી સ્થિત વ્યાજખોર સાળા સહિતના બે શખ્સોના ત્રાસથી કંટાળી સ્યૂસાઇડ નોટ લખી ફીનાઈલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો…
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમા આવેલા બહુચરાજી શેરીમા રહેતા અને કોલસાનો વેપાર કરતા યશ પ્રફુલ્લચંદ્ર ભાવસાર નામના યુવકે પોતાના ઘરે હતો ત્યારે મધરાત્રીના ફીનાઈલ પી લીધુ હતું. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા વાંકાનેર પોલીસ મથકનો સ્ટાફ રાજકોટ સિવિલ હોસ્પિટલે દોડી આવ્યો હતો…
પોલીસની પ્રાથમિક તપાસમા આપઘાતનો પ્રયાસ કરનાર યશ ભાવસાર તેના માતા-પિતાનો આધારસ્તંભ એકનો એક પુત્ર અને એકની એક બહેનનો એકલોતો ભાઈ છે. યશ ભાવસાર કોલસાનો વેપાર કરી પરિવારને આર્થિક મદદ કરે છે. પોલીસ તપાસમાં આપઘાતનો પ્રયાસ કરનાર યશ ભાવસાર પાસેથી એક સ્યૂસાઈડ નોટ મળી આવી છે. જે સ્યૂસાઈડ નોટમા યશ ભાવસારે મોરબી રહેતા સાળા પાસેથી 25 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા…
આ રુપિયાની ઉઘરાણી કરી વ્યાજખોર શ્યામ કુંવરીયા અને કેયુર રાય ત્રાસ આપી ચરસ અને દારૂના કેસમા ફીટ કરી દેવાની ધમકી આપી લગ્ન નહી થવા દઈએ તેવી ધમકી આપતા હતા. લોનના બહાને સાળાએ કોરા ચેક લઇ સાઈન કરાવી લીધી હોવાનો સ્યૂસાઈડ નોટમા આક્ષેપ કરવામા આવ્યો છે. બંનેના ત્રાસથી ફીનાઈલ પી લીધુ હોવાનો સ્યૂસાઈડ નોટમા ઉલ્લેખ કરવામા આવ્યો છે. વાંકાનેર પોલીસે સ્યૂસાઈડ નોટ કબજે કરી તપાસનો દોર લંબાવ્યો છે…