આરોપીઓ ગઈકાલે જેસીબી લઈ જમીનમાં રસ્તો કરવા આવેલા
વાંકાનેર: તાલુકાના મહીકા ગામે રેતી ખનન, જમીન માફિયાઓના ત્રાસથી ખેડૂત પરિવારના ત્રણ યુવાનોએ રીંગણીના છોડમાં છાંટવાની દવા ઝેરી દવા પીધી હતી. જેમાં એક યુવકનું મોત નિપજયાના સમાચાર છે,



રીંગણીના પાકમાં છાંટવાની ઝેરી દવા પી જતા ત્રણેય ભાઈઓને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં 18 વર્ષીય યશે દમ તોડી દીધો હતો. વાડી નદી કાંઠે હોય, ખનન માફિયાઓએ પોતાની લીઝ હોવાનો દાવો કરી ધમકાવતા અને જમીન ખાલી કરી નીકળી જવા ધમકીઓ આપતાં હતા તેવો આક્ષેપ કરાયો છે. ગુનો નોંધવા કામગીરી કરી હતી. આ તરફ યુવાનના મોતથી પરિવારમાં શોક છવાયો હતો…
