વાંકાનેર: માનવ વસાહતમાં દીપડાનાં આટાફેરાથી સ્થાનિક નાગરીકો, ખેડૂતો તથા માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ વન વિભાગના
કર્મચારીઓ દ્વારા યોગ્ય જગ્યાએ પાંજરા ગોઠવવામાં આવતા આખરે દીપડો પાંજરે પૂરાઇ ગયો છે. વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતેના મંદિર પાસે બે
દિવસ પહેલા રાત્રીના દીપડાએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો. જેમાં ગત રાત્રીના સમયે એક દીપડો પાંજરે પુરાતા સ્થાનિક ખેડૂતોએ રાહતનો શ્વાસ
લીધો છે, આ સાથે જ આ વિસ્તારમાં અન્ય દિપડાઓ પણ હોવાના અહેવાલને પગલે વન વિભાગ દ્વારા વધુ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. હજુ એક દીપડો
પાંજરે પુરાયો ત્યાં જ એક બાળ દીપડા સાથે બે દીપડાએ દેખા દેવાનું ગ્રામજનોમાં ચર્ચા શરૂ થતા જ ફરી ભયનું મોજું ફેલાયું છે. આ બાબતે વન વિભાગના
અધિકારી પી. પી. નરોડીયા (આર. એફ. ઓ.) એ જણાવ્યું હતું કે, જંગલ નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો આવવાની શકયતાઓ રહેલી છે, તેથી દરેકે સાવચેત રહેવું જોઇએ. તેમજ પાલતુ પ્રાણીઓને રાત્રીના ખુલ્લામાં ન રાખતાં બંધ વાડામાં રાખવા જોઇએ.
એક પણ સમાચાર નહીં ચૂકવા માટે કમલ સુવાસના ગ્રુપમાં જોડાવવા નીચેની સૂચનાઓને અનુસરો