કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

માટેલના શખ્સને સામેવાળા તરફથી બમણી રકમ વ્યાજ સાથે મળશે

મોરબીમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ 3,08,583 ની બમણી રકમ 6,17,166 ફરીયાદ તારીખથી વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સાથે ફરિયાદીને ચૂકવી આપવા કોર્ટે હુકમ કરેલ છે.

વાંકાનેરના માટેલ ગામે રહેતા ફરિયાદી કમલેશભાઈ ભગવાનજીભાઈ જેઠલોજા સોલવીશ સિરામિક એલ. એલ.પી. ના પાર્ટનર છે અને તેની પાસેથી આરોપી જય માં દુર્ગા ટ્રેડર્સના પ્રોપરાઇટર રામઅવતાર રામદયાલ રહે પીપરાઇચ જિલ્લો ગોરખપુર ઉત્તરપ્રદેશ વાળાએ સિરામિક ટાઇલ્સની ખરીદી કરેલ હતી. તેની બાકી રહેતી લેણી રકમ પૈકી 3,08,583 વસૂલ આપવા આરોપીએ ચેક આપેલો હતો.

તે ચેક પરત ફરતા ફરીયાદીએ આરોપી સામે નેગોશીએબલ ઇન્સટ્રુમેન્ટ એક્ટ ની કલમ 138 હેઠળનો ફોજદારી કેસ મોરબીના એડિશનલ ચીફ જ્યુડી. મેજીસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં વર્ષ 2024 ની સાલમાં દાખલ કરેલ હતો.

જેમાં આરોપીએ બાકીની રકમ નહિ ચુકવતા ફરિયાદની ટ્રાયલ ચાલી જતા આરોપી રામઅવતાર રામદયાલને 1 વર્ષની સાદી કેદની સજા તેમજ બાકી નીકળતી રકમ 3,08,583 ની બમણી રકમ 6,17,166 ફરીયાદ તારીખથી વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ વળતર પેટે ફરિયાદીને

ચૂકવી આપવા તથા વળતર ચૂકવવામાં કસુર થયેથી વધુ 90 દિવસની કેદની સજાનો હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી તરફે વકીલ કેતનકુમાર કે. નાયક અને નલીનકુમાર ટી. અઘારા રોકાયેલ હતા.

Content Copying Forbidden !!

error: Content is protected !!