વાંકાનેર: મિત્રતાની રૂએ હાથ ઉછીની રકમ આપેલ જે પરત ન આપતા નેગો.ઈન્સ્ટ્રુ. એકટની કલમ ૧૩૮ મુજબના ગુનામાં આરોપીને વાંકાનેર કોર્ટે સજા તથા વળતર ચુકવવાનો હુકમ કરેલ છે…

આ કેસની હકીકત એવી છે કે આ કામના ફરીયાદીએ આરોપીને મિત્રતાને લીધે ધંધામાં મંદી હોવાથી રૂા. ૧,૨૫,૦૦૦/- અંકે રૂપિયા એક લાખ પચીસ હજાર પુરા એક માસ અને ત્રણ દિવસ માટે હાથ ઉછીના આપેલ તેમજ સમય પુરો થઈ રકમની ઉઘરાણી કરતા આરોપીએ ફરીથી બે માસ પછી ચુકવી આપીશ તેવું વચન અને વિશ્વાસ આપેલ છતાં રકમ પરત ન કરતા ફરીયાદીએ રૂા. ૧,૨૫,૦૦૦/- નો એક ચેક નાખેલ જે ચેક બેંકમાંથી પરત ફરતા ફરીયાદીએ નેગો. ઈન્સ્ટ્રુ. એકટ મુજબ ફરિયાદ વાંકાનેર કોર્ટમાં ફરિયાદ દાખલ કરેલ.

આ કામના ફરીયાદી ગામોટ સુરેશભાઈ માવજીભાઈ, રહે.લુહાર શેરી, વાંકાનેરવાળા એ આ કામના આરોપી દુર્ગેશ મણીલાલ ચૌહાણ, રહે. મોચીશેરી, વાંકાનેરવાળાનો કેસ વાંકાનેરના મહે. એડી.ચીફ જયુ. મેજી.વી. એસ.ઠાકોરની કોર્ટેમાં આ કેસ ચાલી જતાં ફરીયાદી તરફે ધારદાર દલીલો થતાં પુરતો પુરાવો હોવાથી આરોપીને નેગોશિએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ ૧૩૮ મુજબના ગુનામા તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે. તેમજ ચેકની રકમ રૂા. ૧,૨૫,૦૦૦/-પુરા વળતર તરીકે ચુકવી આપવાનો હુકમ કરેલ છે. આ કેસમા ફરિયાદી તરફે એડવોકેટ શ્રીમતી અંજનાબેન એમ. રાઠોડ રોકાયા હતાં…