કમલ સુવાસ

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

ગુજરાતમાં સહકારી મંડળીઓના બદલ્યા નિયમો

Latest News

પાક વળતર માટે 96 હજાર ખેડૂતની ઓનલાઇન અરજી

જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં વરસાદી નુકસાની
અન્ય જણસીની તુલનામાં સૌથી વધુ નુકસાની કપાસમાં દેખાઈ
છેલ્લી તારીખ 10-11-2024 છે

વાંકાનેર: મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રાજ્ય સરકારના આદેશ મુજબ જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં પાક નુકશાની સર્વે હાથ ધરાયો હતો. મોરબી જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા ગ્રામ સેવક અને ખેતીવાડી વિભાગના કર્મચારીઓ મળી કુલ 29 ટીમ બનાવી હતી અને દરેક અસરગ્રસ્ત ગામમાં કામગીરી હાથ ધરાઇ હતી. શરુઆતમાં કેટલાક ગામડામાંથી ટીમ સર્વે માટે ન આવી હોવાની ફરિયાદ બાદ આ કામગીરી તેજ કરવામાં આવી હતી, અને અંતે ૩૩ દિવસમાં પૂર્ણ કરી હતી…

રાજા કેટલ ફીડ - રાજાવડલા તરફથીઆ સર્વે કામગીરી પૂર્ણ થયા જેમાંથી 1,51,360 હેકટરમાં નુકસાન આવ્યું છે. ખાસ કરીને મોરબી જિલ્લામાં ખરીફ સીઝનમાં મગફળી, દિવેલા, અજમો, તુવેર, શાકભાજી, ઘાસચારો, સહિતના પાકોમાં 33 % કે તેથી વધુની નુકસાની થઇ છે જેમાં સૌથી વધુ કપાસનું 2 લાખ હેકટર વાવેતર થયું હતું જે પૈકી 1,20,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાના સત્તાવાર સર્વેમાં બહાર આવ્યું હતું.
આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા રાજ્યના અલગ અલગ જિલ્લામાં નુકશાની વળતર માટેની જાહેરાત કરી કૃષિ વળતર પેકેજ જાહેર કર્યું હતું અને આ માટે ઓનલાઈન અરજીઓ મગાવવામાં આવી હતી. આજ દિન સુધીમાં 96820 ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ અરજી મોરબી તાલુકાના ખેડૂતોએ કરી છે આજ દિન સુધીમાં મોરબી તાલુકામાંથી 30, 632 અરજી આવી છે.
જે ખેડૂતો ઓનલાઈન ફોર્મ ભરી ન શકે તે તેઓ વીસીઈની મદદ લઈ શકે છે તલાટી કમ મંત્રીનો વાવેતરનો દાખલો, 7-12 અને 8 અની નકલ જે ખેડૂતન નામે વળતર આપવાનું છે તેની આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ આઈ એફ એસ સી કોર્ડ સાથે વિગત, સંમતી પત્રક,પાક નુકશાની સર્વે દરમિયાન વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકે આપેલ પ્રમાણ પત્રની નકલ, જોડવાની રહેશે.

 

Content Copying Forbidden !!

error: Content is protected !!