મકાન બનાવવા માટે રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી
વાંકાનેર: મકાન બનાવવા માટે રૂપીયા સોળ લાખ આપવાની લાલચ આપી ઓન લાઇન મોબાઇલ તથા કયુ.આર કોડ તથા એકાઉન્ટ વોટસેપમા મોકલી તેમા જુદી-જુદી તારીખે કુલ રૂ. ૩૬૦૦૦/-ટ્રાન્સફર કરાવડાવી તેઓને સોળ લાખ કે ઓન લાઇન ટ્રાન્સફર કરેલ રકમ પાછી નહી આપી ગુનાહીત વિશ્વાસધાત છેતરપીંડી કરી ઓન લાઇન સાઇબર ફ્રોડ રૂપીયા-૩૬૦૦૦/- લઇ ગુન્હો કર્યાની એક મહિલાએ ફરિયાદ કરી છે…જાણવા મળ્યા મુજબ નવાપરા આર્શીવાદ પેટ્રોલપંપ પાસે રહેતા નજમાબેન નાશીરભાઇ ઉસ્માનભાઇ શાહમદાર ફકીર (ઉ.વ. ૩૬) વાળાએ વાંકાનેર સીટી પો.સ્ટે સાઈબર ક્રાઈમ અરજી નંબર- ૧૦૭/૨૦૨૪ ઓન લાઇન સાઇબર અરજી નં-૩૧૧૦૮૨૪૦૧૩૦૮૯૩ ની અરજી અંગે ફરિયાદ લખાવેલ છે કે મારા ફેસબુક આઇ ડી એકાઉન્ટમાંથી Harsha Sai પ્રોફાઇ as https://www.facebook.com/profle.php?id-61560228734058 માણસોને મદદ કરતા વીડીયો જોઇતી હતી…
જેમાં મારા મોબાઇલ નંબરમાંથી સામાવાળાના વોટસેપ નંબ ૨ +૯૨૩૨૨૫૧૪૮૩૩૭ ઉપર વોટસેપ કોલ કરેલ તેઓએ મને રૂપિયા મકાન બનાવવા માટે આર્થિક મદદ જોઇતી હોય તો હુ તમારા મોબાઇલમાં એક મોબાઇલ નંબર મેસેજ કરૂ છુ તે મોબાઇલ નંબરમાં ઓન લાઇન રૂપિયા ૪૫૦૦૦/- નાખો એટલે તમોને રૂપીયા સોળ લાખની આર્થિક મદદ મળશે તેમ મને જણાવેલ….
ત્યાર બાદ મારા વોટસેપમાં મોબાઇલ નંબર + ૯૨૩૨૨૫૧૪૮૩૩૭ ઉપરથી એક મોબાઇલ નંબર ૯૬૪૮૮૨૭૮૨૮ તથા સ્કેનર કોર્ડ આવેલ હોય, જેથી મેં તા.૧૨/૦૮/૨૦૨૪ ના વાંકાનેર મીલપ્લોટ ખાતે આવેલ શ્રી સિધ્ધી મોબાઇલની દુકાને જઈ દુકાનવાળા ભાઇને રોકડા રૂપીયા ૧૫૦૦૦/- આપી અને મે જણાવેલ ઇસમના મો.નં- ૯૬૪૮૮૨૭૮૨૮ તથા કયુઆર કોર્ડમાં દુકાનવાળાએ તે ઇસમને રૂ. ૧૫૦૦૦/- ના ત્રણ ટ્રાજેક્સનથી રૂપિયા મોકલેલ હતા. તેમજ તા.૧૩/૦૮/૨૦૨૪ના રોજ વાંકાનેર મીલ પ્લોટ ખાતે શ્રી સિધ્ધી મોબાઇલ નામની દુકાને જઇ રોકડા રૂપિયા-૧૦૦૦૦/- આપી UCO BANK માં રૂા.૧૦૦૦૦/- નાખેલ હતા. જેમા રૂા.૫૦૦૦/- BANK RRN-નંબર-૪ હતા…
આમ મારા હસ્તક કુલ રૂપીયા ૨૫૦૦૦/- દુકાન વાળા મારફતે ઓન લાઇન કરેલ હતા અને ત્યાર બાદ મારા નાના દીકરા રેહાનને રોકડા રૂપીયા રૂા.૧૧૦૦૦/- નાખવા આપેલ હતા. તે એકાઉન્ટ નંબર તારીખ મને યાદ નથી, પરંતુ નવાપરા ચામુંડા મોબાઇલવાળાએ ઓન લાઇન ટ્રાન્જેકશન કરેલ છે તેના સ્કીન સોટ મારી પાસે હાલ નથી. આમ કુલ રૂપિયા ૩૬૦૦૦/- અલગ-અલગ મોબાઇલની દુકાનેથી ઓન લાઇન રકમ અલગ-અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હોય ત્યાર બાદ મને રૂ.૩૦૦૦/- નાખવા માટે એકાઉ ન્ટ નંબર ૭૭૮૫૦૨૯૨૨૧ તથા આઇ. એફ.સી કોડ IFSC CODE-IDIB000P609 આમ્રત મીણા એકાઉન્ટ નંબર ૮૬૯૬૦૬૫૪૯૮ મારા વોટસેપમા માહીતી નાખેલ હોય તેમા રકમ ઓન લાઇન નાખવા જણાવેલ, પરંતુ મને આ રૂપીયા બાબતે શંકા વહેમ જતા મેં આ રૂપીયા – ૩૦૦૦/- ટ્રાન્સફર કરાવેલ નહી…
મેં મારા પતિને આ બાબતની વાત કરતા મારી સાથે ઓન લાઇન સાઇબર ફ્રોડ થયાનુ જણાયેલ જેથી મેં તા.૨૩/૦૮/૨૦૨૪ ના રોજ મેં જે જે સ્ક્રીન સોટ તથા ઓન લાઇન રૂપીયા ટ્રાન્સફર કરેલા તેના સ્ક્રીન સોટના ફોટા વિગેરે માહીતી ભેગી કરી સાઇબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબ૨ ૧૯૩૦ માં ફોન કરી માહીતી આપી ફરિયાદ કરેલ હતી. આ ફેસબુક આઇ.ડી મોબાઇલ નંબર વાળા અજાણ્યા ઇસમે મને મકાન બનાવવા ગરીબ માણસોની મદદ કરીએ છીએ તેમ વિશ્વાસ આપી મારી પાસેથી ઓન લાઇન રૂ૦૧.૩૬૦૦૦/- ટ્રાન્સફર કરાવડાવી સાઇબર ફ્રોડ કરી ગુનાહીત વિશ્વાસધાત છેતરપીડી કરેલ હોય આ અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ધોરણસર થવા મારી ફરિયાદ છે…
પોલીસ ખાતાએ ગુન્હો ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૧૬, ૩૧૮ તથા આઈ.ટી એકટ કલમ ૬૬(ડી) મુજબ નોંધી આગળની કાર્યવાહી શરુ કરેલ છે….