વેપારીને કેટલીક દવાઓ મામલે હેરાન ગતિ વધુ કરે છે
અમદાવાદ: ગુજરાતના તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યકિત દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. જ્યારે ખોટી દવાઓમાં ડિસ્કાઉન્ટ આપશે તો ફાર્મસી કાઉન્સિલ લાયસન્સ રદ કરશે. ફૂડ એન્ડ ડ્રગ્સમાંથી લાઇસન્સ રદ કરવામાં આવશે.
અમદાવાદ કેમિસ્ટ એસોસિયેશનની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓલ ઈન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસો.ના જનરલ સેક્રેટરી રાજીવ સિંગલે જણાવ્યું હતું કે, સરકાર સાથે અમે ત્રણ સમસ્યાઓ મામલે કહ્યું છે.
ઓનલાઇન ફાર્મસી મામલે નોટિફિકેશન આવ્યું હતું. જેને લઇ છેલ્લા 5 વર્ષથી કોર્ટમાં કેસ ચાલે છે. દેશમાં ઓનલાઇન ફાર્મસી ના આવે તેવી અમારી માંગ છે. સરકાર આ પરિપત્ર પાછો ખેંચે તેવી અમારી માંગ છે. ઓનલાઇન ફાર્મસી ભારતમાં ન આવવી જોઈએ.
બીજી માંગ દવાઓના ભાવને લઈને છે. દવાઓનો ભાવ એક સરખો કરવો જોઇએ. દવાઓના ભાવ પર કંટ્રોલ કરવામાં આવે. ફાર્મસી કાઉન્સિલ દ્વારા નવો એક્ટ લાવવામાં આવ્યો છે, તેમાં અમારો વિરોધ છે. નવો કાયદો ફાર્મસી કાઉન્સિલનો છે તે લાગુ ના થવો જોઈએ. ફાર્મસી કાઉન્સિલનો જૂનો કાયદો યથાવત રાખવામાં આવે. ફાર્મસી કાઉન્સિલમાં અમારા લોકો હોવા જોઈએ. અમારી સરકારમાં રજૂઆત છે અમને અંદર લેવામાં આવે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગ્સ ગીસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલે જણાવ્યું કે, ગુજરાતની તમામ મેડિકલ સંચાલકોને કડક સૂચના આપવામાં આવી છે. કોઈપણ વ્યકિત દવાના ડિસ્કાઉન્ટ બોર્ડ મારી શકશે નહીં. જો ડિસ્કાઉન્ટનું બોર્ડ લગાવાયું તો કડક કાર્યવાહી થશે. ખોટી દવાઓમાં મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આવામાં ફુડ એન્ડ ડ્રગ્સમાંથી લાઇસન્સ રદ કરવામાં આવશે. ફાર્મસી કાઉન્સિલ પણ આ લાઇસન્સ રદ કરશે. બીજી બાજુ, કેન્દ્રીયમંત્રી મહેન્દ્ર મુંજપરાની જાહેરમાં તોડબાજ અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી. દવા બજારના વેપારીઓને હેરાન કરતા અધિકારીઓને જાહેરમાં ટકોર કરી હતી. ફુડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ અને કમિશ્નરને ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, વેપારીઓને ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ લગાવો. ફુડ એન્ડ ડ્રગ્સના કેટલાક અધિકારીઓ ખોટી રીતે હેરાન કરે છે. દવાના વેપારીને ત્યાં ખોટી તપાસ કરે છે. કેટલીક દવાઓ મામલે હેરાન ગતિ વધુ કરે છે