કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

હોસ્પિટલમાં માત્ર 2 કલાક દાખલને મળશે ઇન્શ્યોરન્સ

દર્દીએ બસ ધ્યાનમાં રાખવી આ ખાસ વાત

હેલ્થ ઈન્શ્યોરન્સ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર નથી

હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવા માટે ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.

ટંકારા ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
મોટાભાગની વીમા કંપનીઓ ડે-કેર સારવાર માટે કવરેજ ઓફર કરે છે: હેલ્થ ઈન્શ્યોરન્સ લીધા પછી ક્લેમ સેટલમેન્ટ સંબંધિત સૌથી મહત્વની શરત છે કે, 24 કલાક સુધી હોસ્પિટલમાં એડમિટ થવાનું રહે છે. સામાન્ય રીતે હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેઈમ કરવા માટે ઓછામાં ઓછા 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. નાની મોટી હેલ્થ પ્રોબ્લેમ માટે હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી, કેટલીક બિમારીઓ એવી હોય છે કે, તેનો ઈલાજ 2 થી 5 કલાકમાં થઈ જાય છે. 24 કલાક હોસ્પિટલમાં એડમિટ થયા પછી જ ક્લેમ થાય તેવું જરૂરી નથી. માર્કેટમાં એવા હેલ્થ પ્લાન પણ છે, જેમાં ક્લેમ માટે 24 કલાક સુધી હોસ્પિટલમાં દાખલ થવું પડતું નથી.

2 કલાક સુધી એડમિટ થશો તો પણ ક્લેમ થઈ શકશે: અનેક એવી હેલ્થ પોલિસી છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થવાનો સમય 24 કલાક સુધીનો નહીં પરંતુ 2 કલાકનો છે. હોસ્પિટલમાં 2 કલાક એડમિટ થયા પછી પણ હેલ્થ ઈન્શ્યોરન્સ ક્લેમ કરી શકાય છે, પરંતુ તે પહેલા પોલિસીની શરતોને કાળજીપૂર્વક વાંચવી જોઈએ કે, તેમાં ડે-કેર સારવારની સુવિધા શામેલ છે કે નહીં.

રેગ્યુલર ક્લેમની જેમ જ ડે કેર ટ્રીટમેન્ટ માટેનો ક્લેમ ફાઈલ કરી શકાય છે. મોટાભાગની વીમા કંપનીઓ ડે-કેર સારવાર માટે કવરેજ ઓફર કરે છે. વીમા કંપની દ્વારા આવરી લેવામાં આવતી સ્પેસિફિક ટ્રીટમેંટ અને સર્જરી બંને તદ્દન અલગ હોય છે. ડે-કેર ટ્રીટમેન્ટની સુવિધા કેશલેસ હોય છે. ગ્રાહક ફોરમે મેડિકલ આ વર્ષે માર્ચમાં ઈન્સ્યોરન્સ સંબંધિત એક મામલે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો કે, હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ કરવા માટે કોઈ વ્યક્તિ હોસ્પિટલમાં 24 કલાક સુધી એડમિટ થાય તે જરૂરી નથી. સૌજન્ય: વીટીવી ગુજરાતી

:અમને સહકાર આપવા વિનંતી:
કમલ સુવાસના ગ્રુપમાં આપના સંબોધીતોને પણ જોડો

આ માટે કમલ સુવાસના કોઈ પણ એક સમાચાર તેમને ફોરવર્ડ કરો

અને સમાચારની નીચે આપેલ જોડાવાની સૂચનાઓને અનુસરવાનું તેમને જણાવો

Content Copying Forbidden !!

error: Content is protected !!