અગાભી પીપળિયાના શીવરાજસિંહ જાડેજાની નારાજગી
વાંકાનેર: ગઈ કાલે જીલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબીમાં વાંકાનેર તાલુકાના ગામ અગાભી પીપળિયાના આગેવાન શીવરાજસિંહ જાડેજા દ્રારા સૌની યોજનાનો પાણીની લાઈન બાબતનો એક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો એટલે જીલ્લા સ્વાગતમાં એમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ આ કાર્યક્રમમાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા ન હતા…


કલેકટર શ્રી, અધીક કલેકટરશ્રી કે ડી.ડી.ઓ. સાહેબશ્રી હાજર રહ્યા ન હતા અને આમ ખેડૂતોનો અને માણસોનો ખોટો સમય બરબાદ થાય છે, સામાન્ય પ્રજાની હેરાનગતિ કરી માત્ર તાયફાઓ કરવામાં આવે છે, અગાભી પીપળિયા મોરબીથી 55 કી.મી. દૂર છે, આટલે દૂરથી ગામના પાણી બાબતના મહત્વના પ્રશ્ને બોલાવવા છતાં અધિકારીઓના ગેરહાજર રહેવાથી નિરાશ આગેવાન શીવરાજસિંહ જાડેજાએ એક વિડિઓ બનાવી નારાજગી વ્યક્ત કરી છે…
